ગુજરાત

gujarat

ETV Bharat / state

યુવક દ્વારા અવારનવાર દુષ્કર્મ આચરતા પરણિતાએ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી - Savli Police

સમગ્ર રાજ્યમાં ગુનાખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વડોદરાના સાવલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધ બાદ યુવક દ્વારા અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવતા કંટાળેલી પરિણીતાએ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

યુવક દ્વારા વારંવાર દુષ્કર્મ ગુજારતા પત્નીએ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
યુવક દ્વારા વારંવાર દુષ્કર્મ ગુજારતા પત્નીએ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

By

Published : Jan 8, 2021, 7:38 AM IST

  • સાવલીમાં યુવાને પરણિતા પર અવારનવાર દુષ્કર્મ આચર્યું
  • છેલ્લા 2 મહિનાથી શોષણ કરતાં પીડિતા કંટાળી
  • સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

વડોદરાઃ સાવલીમાં પ્રેમ સંબંધ બંધાયા બાદ યુવાન દ્વારા પરણિતાનું કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચરતા હવસખોર યુવાનથી કંટાળેલી પરણિતાએ સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પીડિતાએ મળવાનું બંધ કરી દેતા કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

છેલ્લા બે મહિનાથી જાનથી મારી નાખવાની ધમકી આપી અલગ-અલગ સ્થળોએ લઈ જઈ 30 વર્ષીય પરિણીતા ઉપર દુષ્કર્મ આચરતાં શખ્સ વિરુદ્ધ પરિણીતાએ આખરે કંટાળીને સાવલી પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરાધમ જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક સુખ માણતો

સાવલી તાલુકાનાં અંધારવાડી હરસિદ્ધી માતાના મંદિરની બાજુમાં રહેતાં નરવતસિંહ ગોહિલને પરિણીતા સાથે આંખો મળી જતાં બંન્ને વચ્ચે શારિરીક સંબંધો પાંગળ્યા હતા. છેલ્લા બે મહિનાથી નરવતસિંહ પરણિતાને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચરતો હતો અને આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યો હતો. પરણિતાને કારમાં બેસાડી મુવાલ ગામની નગરીમાં લઈને આવ્યો હતો અને જ્યાં પરણિતા સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. નરવતસિંહની હરકતોથી કંટાળી ગયેલી પરણિતાએ સાવલી પોલીસ મથકે તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details