ગુજરાત

gujarat

ETV Bharat / state

બેનર્સ લગાવી વડોદરાના ગ્રામજનોનો આક્રોશ, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો કર્યો વિરોધ - આમ આદમી પાર્ટી

વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) હવે બહુ જ નજીક છે આ પહેલા એક એવું ગામ જે કરી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસનો વિરોધ. આ ગામ આપી રહ્યું છે આમ આદમી પાર્ટીનો સાથ. ગામ લોકોઅ કહ્યું કે માત્ર પોતાની સત્તા માટે લાલચુ બનીને જ પડ્યા રહે છે. જેથી ગામ લોકોએ આમ આદમી પાર્ટીને (Karjan assembly seat) મત આપવાનું નક્કી કર્યું છે.

બેનર્સ લગાવી વડોદરાના ગ્રામજનોનો આક્રોશ, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો કર્યો વિરોધ
બેનર્સ લગાવી વડોદરાના ગ્રામજનોનો આક્રોશ, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો કર્યો વિરોધ

By

Published : Nov 19, 2022, 2:27 PM IST

વડોદરાજિલ્લાના કરજણ તાલુકાના માંકણ ગામે સ્થાનિકો ગ્રામજનો દ્રારા ભાજપ કોંગ્રેસનાઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારોનો વિરોધ (Gujarat Assembly Election 2022) ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએમત માગવા ગામમાં પ્રવેશ કરવો નહિ. તેવા બેનર્સ લગાવી ગ્રામજનોએ આક્રોશ વ્યકત કર્યો હતો. જેના કારણે કરજણ વિધાનસભા બેઠકના (Karjan assembly seat) રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

બેનર્સ લગાવી વડોદરાના ગ્રામજનોનો આક્રોશ, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો કર્યો વિરોધ

વિધાનસભાની ચૂંટણીઓ નજીકકરજણ તાલુકાના માંકણ (Karjan assembly seat) ગામે ગ્રામ પંચાયતના રહિશો દ્વારા ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રવેશ બંધીના બેનરો લગાવ્યા હતા. એક તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અક્ષય પટેલને ભાજપે ફરી એકવાર ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે ભાજપમાં જ આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર્સ લગાવતા કરજણની રાજકીય પરિસ્થિતિમાં ગરમાવો જોવા મળ્યો હતો.

બાંકડા સિવાય કશું મળે નહીં કોંગ્રેસને મત આપશો તો બાંકડા સિવાય કશું મળે નહીં. ડબલ એન્જિનની સરકારને નેતાઓએ માંકણ ગામમાં મત લેવા માટે પ્રવેશ કરવો નહીં. અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ પણ વોટ માગવા માટે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર્સ લગાવવામાં આવ્યા હતા. ગામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ગામમાં પ્રવેશ કરશો તો ગામના લોકો દ્વારા સખતમાં સખત વિરોધ કરવામાં આવશે. બેનર્સમાં દર્શાવેલા તમામ પ્રશ્નોનો જવાબ આપવાની તૈયારી દર્શાવીને જાહેરમાં મીટીંગ કરવા ગામ લોકો આમંત્રિત કરે છે. આવા બેનર્સ ગામના પ્રવેશ દ્વાર પર લગાવી દેવાતા ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું જ નહીં પરંતુ ભાજપ તથા કોંગ્રેસને મત આપશો તો બાંકડા સિવાય કશું જ મળશે નહીં.

સત્તાધીશ અધિકારીમતદારોનો ઉપયોગ માત્ર ચુંટણી સમયે જ કરવામાં આવે છે. ગામના સ્થાનિક લોકોએ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ માંકણ ગામ મૂળ કોંગ્રેસ તરફી હતું. ભૂતકાળમાં ભાજપને 10 મત પણ મળેલનથી. ત્યારે 200 થી 300 મત અત્યારે ભાજપમાં પડે છે. પણ ભાજપ સરકાર પણ ચૂંટણી ટાણે જ મતદારોનો ઉપયોગ કરે છે. તેવી ટીકા પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી. આ બાબતે ગ્રામજનોએ ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ સ્થાનિક પ્રશ્નોને લઈ વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ સત્તાધીશ અધિકારી કે ચૂંટેલા પ્રતિનિધિઓએ પ્રજાના પ્રશ્નોને વાચા આપી નથી.

મત આપવાના નથીગામ લોકોએ આમ આદમી પાર્ટીને મત આપવાનો નક્કી કર્યું. ગામ લોકોએ જણાવ્યું હતું કે, આ વખતે અમે ભાજપ કે કોંગ્રેસને પણ મત આપવાના નથી તેઓ ચૂંટણી પૂરતો જ અમારો ઉપયોગ કરે છે. પછી અમારા ફોન પણ ઉઠાવતા નથી કે સ્થાનિક પ્રશ્નોને તેઓ વાંચ્યા પણ આપતા નથી. માત્રને માત્ર પોતાની સત્તા માટે લાલચુ બનીને જ પડ્યા રહે છે. જેથી ગામ લોકોએ આમ આદમી પાર્ટીને મત આપવાનું નક્કી કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details