વડોદરા:સંસ્કારી નગરીના સંગીતમાં પોતાનું વર્ચસ્વ દાખવ્યું છે. જેમની પાસે 130 થી વધુ સંગીતના વાદ્ય (130 musical instruments )છે. દેશ વિદેશોમાંથી તેમણે સંગીતના વાદ્યને એકત્રિત કર્યા છે. સાથે જાતે ફ્યુઝન કરીને વાદ્ય બનાવેલા પણ છે. આ અનોખી સંગીત ભક્તિના પ્રણેતા એવા વડોદરા શહેરના સંગીતકાર (Vadodara musician has 130 instruments )સંપદ ભટ્ટાચાર્ય, જેમને બાળપણથી જ સંગીતમાં ખુબ જ રુચિ (instrument of music)ધરાવે છે. તથા એમના પરિવારજનો પણ સંગીત સાથે જોડાયેલ છે.
25 વર્ષથી દેશ વિદેશમાંથી કલેકશન -વડોદરા શહેરના રહેવાસી સંપદ ભટ્ટાચાર્ય સંગીતના એવા ચાહક છે, જેમને સૂરની સાથે સાથે સૂરની સર્જન કરતા અલગ અલગ વાદ્ય સાથે ભારે લગાવ છે. છેલ્લા 25 વર્ષથી તેઓ દેશ વિદેશના વાદ્યનું માત્ર કલેક્શન(collection of foreign instruments)જ નહિ પરંતુ તેને વગાડવાનું પણ શીખ્યા છે. સંપદ ભટ્ટાચાર્ય પાસે ભારત સહિતના અલગ અલગ લગભગ 30 દેશોના 130થી વધુ જેટલા સંગીતના વાદ્યનું અનોખું કલેક્શન છે. સરોદ અને તબલાના ઉસ્તાદ સંપદ ભટ્ટાચાર્ય આ તમામ વાદ્યો વગાડી જાણે છે. તદુપરાંત મેન્ડોલીની, અફઘાની રબાબ, બઝૂકી જેવા વાદ્યો વગાડવાનું પણ જાણે છે.
આ પણ વાંચોઃસંગીતના ‘આનંદ’ સાથે મન્ના ડેએ ‘જિંદગી કી પહેલી’ને બનાવી સહેલી
માત્ર 11 વર્ષે પ્રથમ મ્યુઝિક પર્ફોમ આપ્યું -આમની પાસે તુર્કી, ગ્રીસ, અરેબિક, અફઘાનિસ્તાન, ચાઇનીસ, તિબેટ, મોંગોલિયા, વગેરે જેવા જુદા જુદા દેશોના ફોક અને હેન્ડમેડ વાદ્યોનું ખાસ કલેક્શન છે. બેંગ્લામાસાઝ, બઝૂકી, અને અફઘાની રબાબ જેવા રેર વાદ્યને વગાડતા ઓનલાઈન માધ્યમના સહારે પોતાની જાતે જ શીખ્યા છે. સંપદ ભટ્ટાચાર્ય તમામ પ્રકારના વાદ્યોને પ્રોફેશન રીતે ખુબ જ સુંદર વગાડી શકે છે. તેમને ઘણા ગુજરાતી અને હિન્દી પિક્ચર અને સિરિયલોમાં મ્યુઝિક આપવાનું કામ કરેલ છે. જેમકે, માલગુડી ડેય, બાજીરાવ મસ્તાનીનું દીવાની મસ્તાની ગાયનમાં પણ મ્યુઝિક આપેલું છે. 11 વર્ષની વયે પહેલું મ્યુઝિકલ પરફોર્મન્સ આપનાર સંપદ ભટ્ટાચાર્ય એ સત્યજિત રે, શ્યામ બેનેગલ, ગોવિદ નિહલાની, સંજય લીલા ભણસારી, વનરાજ ભાટિયા, અમર પાલ, વગેરે જેવા સર્જકો સાથે પણ કામ કરી ચુક્યા છે.
જાણીતી ફાર્મ કંપનીમાં કારકિર્દી -જાણીતી ફાર્મ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે થોડા વર્ષ પહેલા જ નિવૃત થયેલા સંપદ ભટ્ટાચાર્ય કહે છે કે, સંગીત મારી નસ નસમાં છે. મારા પિતા, દાદા અને પરદાદા સંગીત સાથે જોડાયેલા હતા. પરિવારમાંથી હું પહેલો છું જેને સાયન્સનો વિષય પસંદ કર્યો હતો. મૂળે હું કલકત્તાનો છું. શરૂઆતથી સંગીત પ્રત્યેના લગાવના કારણે હું તબલા અને સરોદ શીખ્યો હતો. 25 વર્ષ પહેલા વડોદરા આવ્યો હતો. નોકરીના લીધે અવારનવાર વિદેશ જવાનું થતુ હતું. સંગીતના શોખના કારણે જે તે દેશના સંગીનના વાદ્ય પર હાથ અજમાવવાનું મન થતું. જેટલી વાર વિદેશ જવાનું થાય ત્યાં થી એકાદ વાદ્ય લઈને આવતો.
આ પણ વાંચોઃ'પંડિત જસરાજ'ના નામ પરથી રાખવામાં આવ્યું ગ્રહનું નામ, આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય કલાકાર
રેર વાદ્યો - તુર્કીનું બેંગ્લામાસાઝ, ગ્રીસનું બઝૂકી, આયર્લેન્ડ, રોમાનિયાનું આઇરીસ બઝૂકી, અરેબિયાનું ઔધ, અફઘાનિસ્તાનનું અફઘાની રબાબ, ચાઇનાનું એહરું, તિબેટનું ડ્રેમિયન, જાતે બનાવેલ સરોદ અને ગિટારનું ફ્યુઝન વાદ્ય, ચાઈનીઝ રૂવાન, મોંગોલિયાનું ધુતાર અને તાનબુરા અમેરિકન બેન્જો અને કુનવુંઝ, જાપાનનું સામિસેન, બાંગ્લાદેશનું દોતરા જેવા રેર વાદ્યોનો ખજાનો છે.