વડોદરા:અમેરિકા ભણવા ગયેલી વડોદરાની માયુષી ભગત( Mayushi Bhagat)નામની વિદ્યાર્થિની ન્યૂજર્સીમાંથી 2019માં ગુમ થઈ હતી. ન્યૂજર્સીમાંથી ગુમ થયેલી યુવતીની આજ સુધી ક્યાંય ભાળ મળી નથી. તેવામાં છેલ્લા 3 વર્ષથી લાપતા બનેલી માયુષી ભગતની અમેરિકાની તપાસ એજન્સી FBIએ મિસિંગ પર્સનની યાદીમાં નામ જાહેર કર્યું છે. FBI દ્વારા(missing list by the FBI )પ્રસિદ્ધ કરાયેલી યાદીમાં માયુષી ભગતના નામની સાથે કોઇ પણ લોકોને જાણ થાય તો FBI નો સંપર્ક (Federal Bureau of Investigation)કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુમ થયેલી વડોદરાની માયુષી આ પણ વાંચોઃસ્વામિનારાયણ સંસ્થામાંથી બાળક ગુમ થઈ જતા જીવ અધ્ધર, આ રીતે પોલીસે મેળવી ભાળ
યુવતી 29 એપ્રિલ 2019થી ગુમ -વડોદરાના ઓમનગરમાં રહેતા વિકાસ ભગતની દીકરી માયુષી વાઘોડિયા પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ પારુલ યુનિવર્સિટીમાં ડિપ્લોમા કર્યું હતું. બાદ વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ડીગ્રી (Girl from Vadodara missing in America )મેળવી હતી. વધુ ભણવા માટે તે વર્ષ-2016માં અમેરિકા ગઈ હતી માયુષી સ્ટુડન્ટ વિઝા મેળવી અમેરિકાના ન્યુજર્સીમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં માસ્ટર કરવા ગઈ હતી. જ્યા ડિસેમ્બર 2016માં ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે એડમિશન લીધું હતું. અભ્યાસ કાળ દરમિયાન અમેરિકા ગયા પછી માયુષી બે વખત વડોદરા પોતાના પરિવારની મુલાકાતે આવી હતી ત્યારબાદ માયુષી 29 એપ્રિલ 2019ના રોજ છેલ્લીવાર ન્યૂજર્સીમાં દેખાયા બાદ માયુષી ભગત 29 એપ્રિલ 2019થી ગુમ છે. આ અંગે પરિવારજનોએ સ્થાનિક પોલીસ અને સરકારને જાણ કરી છે છતા આજ સુધી તેનો પત્તો મળ્યો નથી.
આ પણ વાંચોઃઅંક્લેશ્વરની ગુમ થઈ ગયેલી બાળકીનો કેસ હવે છે CBIની કમાનમાં
પરિવાર પણ અમેરિકામાં સ્થાયી થયો -માયુષીનો પરિવાર પણ અમેરિકામાં સ્થાયી થયો છે. તેમણે માયુષીને શોધવા ખૂબ પ્રયાસો કર્યા છતા હજુ સુધી માયુષી મળી નથી. પરિવાર ઊચક જીવે રાહ જોઈ રહ્યો છે. વતન વડોદરામાં માયુષીના દાદી સરસ્વતીબહેન ભગતેને તેની પૌત્રી માયુષીની ખૂબ યાદ આવી રહી છે, સરકાર ધ્યાન આપતી ન હોવાથી માયુષી મળતી નથી તે હેમખમ પરત મળી જાય તેવી પરિવારની લાગણી છે.