ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા આશાવર્કર બહેનોએ પોતાને મળતા ઓછા વેતનને લઇને નોંધાવ્યો વિરોધ - મુખ્યમંત્રી રાહત ફંડ

વડોદરા આશાવર્કર બહેનોએ મુખ્યપ્રધાન રાહત ફંડમાં 33.33 રુપિયાનો પોતાના એક દિવસના પગારનો ચેક આપી પોતાને મળતાં વેતનનો વિરોધ નોંધાવ્યો હતો.

Vadodara
વડોદરા

By

Published : Sep 23, 2020, 1:28 PM IST

વડોદરા : શહેરમાં કોરોના વાઇરસને ડામવા કાર્યકરતી આશાવર્કર બહેનોએ મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકીની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 1 દિવસના વેતનના રૂપિયા 33.33 રુપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવી સરકાર દ્વારા યોગ્ય વેતન આપવામાં આવે તેમજ આશાવર્કર બહેનોનું શોષણ બંધ કરવામાં આવે તે માટે રજુઆત કરવા પહોંચી હતી.

વડોદરા આશાવર્કર બહેનોએ પોતાને મળતાં વેતનનો વિરોધ નોંધાવ્યો હતો

આશાવર્કર બહેનોએ અધિક નિવાસી કલેક્ટર ડી.આર.પટેલને રાહતફંડમાં ચેક જમા કરી ન્યાય માટે ઉગ્ર રજુઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આશાવર્કર બહેનો ફ્રન્ટ સાઈડનાં ખરા પાયાના કોરોના વોરિયર્સ બની 6 મહિનાથી લગાતાર કોરોનાને નાથવા પોતાનો જીવ જોખમમાં મુકી કામગીરી કરી રહી છે. પરંતુ તેના બદલામાં રાજ્ય સરકાર તરફથી માત્ર એક મહિનાનું મહેનતાણું 1000 રૂપિયા જ મળે છે. ત્યારે તેનો વિરોધ વ્યક્ત કરવા આશાવર્કર બહેનો એક દિવસનો પગાર 33.33 રુપિયા મુખ્યમંત્રી રાહત ફંડ જિલ્લા કલેકટર કચેરી ખાતે ચેકથી જમા કરાવવા પહોંચી પોતાનો સાંકેતિક વિરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details