- જીવ રક્ષક સંસ્થાના કાર્યકરોએ 19 જેટલા કાચબાના રેસ્ક્યૂ કર્યા
- પાદરામાં વરસાદી કાંસની સફાઈ દરમિયાન 19 કાચબા મળી આવ્યા
- રેસ્કયૂ કરાયેલા કાચબાને વનવિભાગને સોંપવામાં આવ્યા
પાદરા: વડોદરાના ઘાયજ રોડ શારદા હાઈસ્કૂલની સામે આવેલી વરસાદી કાંસ હાલ પાદરા નગરપાલિકા દ્વારા નવી બનવામાં આવી રહી છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી દ્વારા ખોદકામ ચાલી રહ્યુ હતું અને કાદવ કીચ્ચડની સફાઈ કરી રહ્યા છે.જે દરમિયાન આ વરસાદી કાંસમાંથી મોટી સંખ્યામાં કાચબા રોડ પર આવી ગયા હતા.
વરસાદી કાંસની સફાઈ દરમિયાન મળી આવેલ 19 જેટલા કાચબાઓનું રેસ્કયુ કરાયુ તમામ કાચબાઓને અનુકૂલિત વાતાવરણમાં છોડી મુકવામાં આવશે
સમગ્ર બનાવની જાણ પાદરા જીવ રક્ષક સંસ્થાના કાર્યકરોને થતાં તેઓએ ઘટનાસ્થળે પહોંચી તમામ કાચબાઓને સહી સલામત રેસ્ક્યૂ કર્યા હતા. આ તમામ રેસ્ક્યૂ કરાયેલ કાચબાને વન વિભાગની સૂચના અનુસાર મોટા તળાવમાં તેઓના અનુકૂલિત વાતાવરણમાં સુરક્ષિત છોડી મુકવામાં આવશે.
વરસાદી કાંસની સફાઈ દરમિયાન મળી આવેલ 19 જેટલા કાચબાઓનું રેસ્કયુ કરાયુ કાચબાને વનવિભાગને સોંપવામાં આવ્યા
હજુ પણ આ નિર્માણધીન કાંસમાં અસંખ્ય કાચબા હોઈ શકે છે. જે વધારે કાદવ કીચડ હોવાના કારણે દેખાઈ આવતા નથી. જયારે કેટલાક કાચબા કાદવ કીચડ સાથે દૂર ફેકી દેવામાં આવ્યા હોય તેમ જણાઈ આવે છે. જો કે, જ્યારે પણ કોઈ પશુ-પક્ષીઓ મુશ્કેલીમાં હોય ત્યારે હંમેશા પાદરાની સેવાભાવી પ્રાણી જીવ રક્ષક સંસ્થા આગળ આવીને નિઃસ્વાર્થ ભાવે સેવા પુરી પાડી રહી છે.