- વડોદરા મહાનગર પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો
- ટ્રાફિક સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા ટ્રાફિક આયલેન્ડ બનાવવામાં આવ્યું
- કોન્ટ્રાક્ટરનો ફાયદો કરાવવા આ કામગીરી કરી હોવાનો આક્ષેપ
વડોદરા :સ્માર્ટસિટી બનાવવા વડોદરા મહાનગર પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. શહેરના કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે રોડની વચ્ચે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા ટ્રાફિક આયલેન્ડ બનાવવામાં આવ્યું હતું. જે બાંધકામને પાલિકા દ્વારા તોડી પાડવામાં આવતા આ બાંધકામ કોઈના ઈશારે કોઈકને ફાયદો કરાવવા તોડી પડાયું હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. જેને લઈ શહેરના સામાજીક કાર્યકર કમલેશ પરમારે તંત્ર સામે આકરા શબ્દોના પ્રહારો કરી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.
નાગરિકો રોડ વેરા સહિતના અનેક વેરા ભરી રહ્યા
વડોદરા શહેરના સામાજીક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વિકાસના કામોની જે મંજૂરી આપવામાં આવે છે. ત્યારે જે પણ શહેરના ઉચ્ચ અધિકારીઓ છે. તેઓએ નિરીક્ષણ કરવું જોઈએ ત્યારબાદ જ કામ આપવું જોઇએ. પરંતુ કહી શકાય કે, આ કોન્ટ્રાક્ટરોને જે ફાયદો કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. શહેરની અંદર એક તરફ તિજોરી ખાલી છે. બીજી બાજુ નાગરિકો રોડ વેરા સહિતના અનેક વેરા ભરી રહ્યા છે. સાથે બેરોજગારોનું અને મોંઘવારીનું પ્રમાણ વધી રહ્યું છે.