- ડભોઈ બોડેલી રોડ નજીક દારૂ ભરેલી કાર ઝડપાઈ
- ચાલક ઈકો કાર મૂકી ફરાર
- પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
વડોદરા : ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ડભોઇ બોડેલી રોડ પર ઢાલ નગર નજીક વાહનો ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક કારચાલક પોતાની ઈકો કાર મૂકી ખેતરોમાં ભાગી જતા પોલીસે કારની તલાશી લેતા તેમાંથી રૂપિયા 1,08,000 ની કિંમતનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઈકો ગાડી મૂકી ભાગી જનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ
ડભોઇ બોડેલી રોડ ઉપર ઢાલ નગર નજીક વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો વાહન ચેકીંગ કરતાં હતા. તે અરસામાં એક ઈકો ગાડીનો ચાલક રોડ ઉપર ઇકો ગાડી મૂકી નજીકના ખેતરો તરફ ભાગવા લાગ્યો હતો. જે આધારે તેનો પીછો કરતાં તે ઝડપાયો ન હતો. પરંતુ ગાડીનું ચેકીંગ હાથ ધરતા ગાડીમાંથી કુલ 360 બોટલ કિમત રૂ.1,08,480 નો દારૂનો જથ્થો મળી આવતા ગાડી રૂ.2,00,000 મળી કુલ રૂ.3,08,480 નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.