ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદાન કરાવવાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને કોવિડ સુરક્ષિત મતદાન વ્યવસ્થાઓની ઓનલાઈન વિગતવાર જાણકારી આપી હતી.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

By

Published : Oct 30, 2020, 10:02 AM IST

  • મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણીને લઇ કરી સમીક્ષા
  • કોવિડ સુરક્ષિત મતદાન વ્યવસ્થાઓની ઓનલાઈન વિગતવાર આપી જાણકારી

વડોદરાઃ કરજણ વિધાનસભા પેટા ચૂંટણીને લઈ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદાન કરાવવાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ કોવિડ સુરક્ષિત મતદાન વ્યવસ્થાઓની ઓનલાઈન વિગતવાર જાણકારી આપી હતી.

મતદાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. મુરલી ક્રિષ્ણએ ગુજરાત વિધાનસભાની 147 કરજણ બેઠકની ચૂંટણીના અનુસંધાને ઓનલાઇન બેઠક યોજીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલ સાથે મતદાનની પૂર્વ તૈયારીઓ અને કોવિડ તકેદારીઓના તેમાં સમાવેશની મુદ્દાવાર સમીક્ષા કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ કર્મચારીઓ તેમજ મતદારો માટે કોવિડ સુરક્ષિત મતદાનની કરવામાં આવેલી વ્યવસ્થાઓની વિગતવાર જાણકારી આપી હતી.

પોલીસ તંત્ર સાથે સંકલન પર પ્રકાશ

જિલ્લા ચૂંટણી અધિકારીએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ નિર્ભય અને શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ તંત્ર સાથે સંકલન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે મતદાન માટેના કોઈ અધિકારી કે, કર્મચારીને કોવિડની અસર જણાય તો તેની અવેજીમાં વૈકલ્પિક સ્ટાફની વ્યવસ્થા, કોવિડ વિષયક સાવચેતી અને વ્યવસ્થાની મતદાન કરાવનારાઓને તાલિમ, ચૂંટણી સામગ્રીની કીટ બનાવતી વખતે અને વિતરણ સમયે કોવિડ વિષયક તકેદારીનું પાલન, મતદાન મથકો ખાતે ખાત્રી પૂર્ણ લઘુત્તમ સુવિધાઓ અને કોવિડ વિષયક વધારાની સુવિધાઓ, ચૂંટણી પ્રચારમાં કોવિડ તકેદારીઓનું પાલન, કોવિડ સામે સલામતી માટે ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રીના સલામત નિકાલની વ્યવસ્થા ઉપરાંત ફોટો વોટર સ્લીપના વિતરણની વ્યવસ્થા સહિતની બાબતો અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. આ સમયે આરોગ્ય નોડલ અધિકારી ડૉ.ઉદય, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details