વડોદરા:પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનુ (Restricted Chinese cord)વેચાણ કરતાં વેપારીઓ સામે રાજ્યના પોલીસ તંત્રએ આજરોજ અલગ અલગ ટીમો બનાવીને વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરા જિલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી આ અંગે ચોક્કસ બાતમી મળી હતી. ત્યારે જીલ્લા ગ્રામ્ય એલ.સી.બી.ના પી.એસ.આઇ. એમ.બી.જાડેજા તથા તેમની ટીમે બાતમીના આધારે ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારની હદના દિવાળીપુરા નજીક પલાસવાડા પાસેની દરબાર રેસીડેન્સી મકાન નંબર 135 ખાતે ભાડેથી રહેતા અહેમદ અબ્દુલ રહેમાન ગોલાવાલાને ત્યાં રેઈડ કરતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નંગ 420 જેના એક નંગની કિંમત રૂપિયા 300 એટલે કે કુલ રૂપિયા 1,26,000 ની રકમનો કુલ મુદ્દા માલ જિલ્લા ગ્રામ્ય એસઓજીએ કબજે કર્યો હતો.
ચાઈનીઝ દોરીને લઈને રાજયનું પોલીસ તંત્ર એક્શન મોડમાં, ડભોઈ પોલીસ અને SOGની ટીમનો સપાટો - Chinese dori
પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનુ (Restricted Chinese cord)વેચાણ કરતાં વેપારીઓ સામે રાજ્યના પોલીસ તંત્રએ આજરોજ અલગ અલગ ટીમો બનાવીને વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી( police in action mode with Chinese dori) હતી.અબ્દુલ રહેમાન ગોલાવાલાને ત્યાં રેઈડ કરતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નંગ 420 જેના એક નંગની કિંમત રૂપિયા 300 એટલે કે કુલ રૂપિયા 1,26,000 ની રકમનો કુલ મુદ્દા માલ જિલ્લા ગ્રામ્ય એસઓજીએ કબજે કર્યો હતો.
ડભોઈ પોલીસની પણ કાર્યવાહી:ગતરાત્રિ દરમિયાન જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમ પલાસવાડા નજીક પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું સઘન ચેકિંગ કરી રહી હતી. તે સમય દરમિયાન ડભોઇ પોલીસને પણ ચોક્કસ વાતની મળી હતી. જે બાતમીને આધારે રાત્રી ફરજ દરમ્યાન પી.એસ.આઇ.એ પલાસવાડા ફાટક નજીકથી ડભોઈ પોલીસની ટીમે પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની કુલ કિંમત રૂપિયા 15000 છે. આમ જ્યારે ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આ અંગે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેના આધારે ડભોઇ પોલીસ તંત્ર પણ એક્શનમાં આવી હતી.
હાલમાં ચાઈનીઝ દોરવાને કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા:ડભોઇ તાલુકામાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો જેથી ડભોઇ પોલીસે સમગ્ર ડભોઇ શહેરમાં પણ આ ચેકિંગ સઘન બનાવી આ પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ પણ ઉઠવા પામી છે. આમ આજરોજ વડોદરા જિલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી.અને ડભોઇ પોલીસે કુલ મળીને ₹1,41,000 નો મુદ્દા માલ કબજે કર્યો હતો.તાજેતરમાં જ નવા વર્ષના પ્રથમ દિવસે જ વડોદરા શહેરના હોકી પ્લેયરનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા મોત નિપજયું હતું. તાજેતરમાં આજરોજ પણ વડોદરા શહેરમાં ચાઈનીઝ દોરીના કારણે ગળું કાપવાનો એક બીજો બનાવ પણ બન્યો હતો. જેના અનુસંધાને આજરોજ પોલીસ વિભાગ દ્વારા આ કામગીરી આરંભી દીધી હતી.