વડોદરા: શહેર નજીક હાલોલ રોડ પર આવેલા કોટંબી ગામમાં મકાનની અંદર એક વિશાળ સાપ બારીમાં ફસાઈ જતા પરિવારજનો ભયભીત થયા હતા.
વડોદરા નજીક કોટંબી ગામમાં ગુજરાત SPCA સંસ્થા દ્વારા સાપનું કરાયું રેસ્ક્યુ - Kotambi village
વડોદરા નજીક આવેલા કોટંબી ગામમાં એક મકાનમાં 7 ફૂટનો સાપ ઘુસી જતા ગુજરાત SPCA સંસ્થા દ્વારા સાપને રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.
વડોદરા નજીક કોટંબી ગામમાં નાગનું રેસ્ક્યુ કરાયું
આ અંગેની જાણ વડોદરાની ગુજરાત SPCA સંસ્થાને કરવામાં આવતા તાત્કાલિક સંસ્થાની ટીમ કોટંબી ગામમાં દોડી ગઈ હતી.
જ્યાં 7 ફૂટ લાંબો નાગ ફસાઈ ગયેલો હોવાનું જણાય આવ્યું હતું. સંસ્થાના કાર્યકર દ્વારા નાગને સાવચેતી પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. તેમજ સહીસલામત વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.