ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં મૂર્તિકારોના કામચલાઉ શેડ પાલિકાની દબાણ શાખા દ્વારા તોડી પડાયા, વેપારીઓમાં તંત્ર સામે નારાજગી

શહેરમાં હજારો શ્રદ્ધાળુની એક આસ્થા સમા દશામાતાના વ્રતનો તારીખ 20મીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેવામાં શહેરના મંગળબજાર રોકડનાથ મૂર્તિ બજારમાં દશામાંની પ્રતિમાઓ વેચાણ અર્થે મુકવામાં આવેલા કામ ચલાઉ શેડ પાલિકાની દબાણ શાખા દ્વારા તોડી પડાતા મૂર્તિકારોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.

મૂર્તિકારોના કામ ચલાઉ શેડ પાલિકાની દબાણ શાખા દ્વારા તોડી પડાયા
મૂર્તિકારોના કામ ચલાઉ શેડ પાલિકાની દબાણ શાખા દ્વારા તોડી પડાયા

By

Published : Jul 14, 2020, 7:44 PM IST

વડોદરા: શહેરમાં તારીખ 20મીથી દશામાતાજીના વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. જેને લઈને મૂર્તિકારો દ્વારા દશામાતાજીની પ્રતિમાઓ તૈયાર કરી દેવામાં આવી ગઈ છે, ત્યારે શહેરના મૂર્તિ બજાર માટે જાણીતા એવા રોકડનાથ, મંગળબજારમાં આજે મંગળવારે પાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી અને પ્રતિમાઓનું વેચાણ કરી છૂટક રેંકડી કરતા નાના વેપારીઓના કામ ચલાઉ શેડ તોડી પાડ્યા હતાં.

મૂર્તિકારોના કામ ચલાઉ શેડ પાલિકાની દબાણ શાખા દ્વારા તોડી પડાયા

આ સમગ્ર કાર્યવાહી વચ્ચે નાના વેપારીઓના જણાવ્યાં મુજબ વૈશ્વિક મહામારી કોરોનાને લઈ 4 મહિના લોકડાઉનમાં ધંધા રોજગાર પર માઠી અસર પડી હતી. ત્યારબાદ અનલોક-2માં 5થી 7 દિવસ ધંધો કરવાનો સમય મળ્યો અને તેમા પણ તંત્રએ અમારી રોજગારી છીનવી લીધી હોવાના આક્ષેપ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે વડોદરાનું આ બજાર પ્રતિમાઓના વેંચાણ માટેનું સૌથી મોટું બજાર છે. જેમાં સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાંથી અહીં મૂર્તિકારો પ્રતિમાઓનું વેચાણ કરવા આવતા હોય છે. હાલ, ચાલી રહેલી કોરોનાની મહામારીને લઈ કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે પાલિકા તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી મળી હતી.

ABOUT THE AUTHOR

...view details