ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા જિલ્લામાં ધો-10નું પરિણામ ગત વર્ષ કરતા ઓછું નોંધાયું

રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર થતા શહેર અને જિલ્લાનું 60.19 ટકા પરિણામ નોંધાયું હતું. જેમાં વડોદરામાં 99.70 પર્સેન્ટાઇલ સાથે વિદ્યાર્થીનીએ ટોપરમાં સ્થાન મેળવ્યું હતું.

વડોદરાનું પરીણામ ગત વર્ષ કરતા ઓછુ નોંધાયુ
વડોદરાનું પરીણામ ગત વર્ષ કરતા ઓછુ નોંધાયુ

By

Published : Jun 9, 2020, 3:56 PM IST

વડોદરા : રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો-10ની પરીક્ષાનું પરિણામ આજે મંગળવારે બોર્ડની વેબસાઇટ પર જાહેર થયું છે. જેમાં શહેર અને જિલ્લાનું પરિણામ 60.19 ટકા આવ્યું છે. શહેર અને જિલ્લામાં ગત વર્ષે 67.04 ટકા પરિણામ આવ્યું હતું. આમ, ગત વર્ષની સરખામણીમાં 6.84 ટકા ઓછું છે.

પરીણામ ગત વર્ષ કરતા ઓછુ નોંધાયુ

રાજ્યમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 47.47 ટકા પરિણામ આવ્યું છે. શહેર અને જિલ્લામાં આ વર્ષે 38,135 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 83 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 1444 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો છે. પરિણામ જાહેર થતાં જ વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્કૂલમાં એકઠા થયા હતા. પરિણામને લઇને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ખુશી જોવા મળી હતી. જો કે પરિણામ નીચું હોવાથી ઘણા વિદ્યાર્થીઓ નિરાશ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details