ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા કરજણ ખાતે CCI દ્વારા કપાસની ખરીદી પુનઃ શરૂ કરવામાં આવી

કરજણના CCI કેન્દ્ર દ્વારા ખેડૂતોના કપાસના ટેકાના ભાવે ખરીદી શનિવારે પુનઃ શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ઉપરાંત કરજણ APMC દ્વારા 4 લાખના ખર્ચે વરસાદથી કપાસને નુકશાન ન થાય અને જિનીંગ બંધ ના રહે એ હેતુથી તાડપત્રી ખરીદવામાં આવી હતી.

વડોદરા કરજણ ખાતે પુનઃ CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી
વડોદરા કરજણ ખાતે પુનઃ CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી

By

Published : Jun 20, 2020, 7:55 AM IST

વડોદરાઃ કરજણના CCIના કેન્દ્ર દ્વારા ખેડૂતોના કપાસના ટેકાના ભાવે ખરીદી શનિવારે પુનઃ શરૂ કરવામાં આવતા ખેડૂત વર્ગમાં ખુશી જોવા મળી હતી. શુક્રવારના રોજ વડોદરા જિલ્લાના કરજણ ખાતે CCI દ્વારા ખેડૂતોના કપાસ ખરીદીનું ફરી એક વખત મૂહુર્ત કાઢવામાં આવતા ખેડૂત આલમમાં ખુશી જાવો મળી હતી.

વડોદરા કરજણ ખાતે પુનઃ CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, પહેલા વરસાદના પગલે આ ખરીદી બંધ કરી દેવામાં આવી હતી. જેને પગલે અસંખ્ય ખેડૂતોને કપાસ ટેકાના ભાવ બજારમાં નહીં મળતા ખેડૂતો ફસાયા હતા. આ ઉપરાંત કરજણ APMC દ્વારા 4 લાખના ખર્ચે વરસાદથી કપાસને નુકશાન ના થાય અને જિનીગ બંધ ના રહે એ હેતુથી તાડપત્રીની ખરીદી કરવામાં આવી હતી.

કરજણ બજાર સમિતિ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની કાળજી લઇ ખેડૂતોને તેમજ ટ્રેક્ટરના ડ્રાઇવરોને માસ્ક તથા સેનિટાઈઝર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કરજણના પૂર્વ ધારાસભ્ય અને બજાર સમિતિના ચેરમેન સહીત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી કેન્દ્ર તથા રાજ્ય સરકારનો આભાર માન્યો હતો, અત્યાર સુધીમાં કરજણ કેન્દ્ર ખાતે 2 લાખ ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details