વડોદરા: સાવલીમાં ભીમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં રાજ્ય સરકાર દ્વારા સાવલી - ડેસર તાલુકાના ખેડૂતો માટે તાલુકા કક્ષાનો ખેડૂતહિત લક્ષી કાર્યક્રમ આત્મનિર્ભર પેકેજ અન્યવે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત 'મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના' અને કિસાન પરિવહન યોજના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.
સાવલી ડેસર તાલુકાના ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત કાર્યક્રમ યોજાયો - A program was organized for farmers in Savli taluka
વડોદરા સાવલી ડેસર તાલુકાના ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત 'મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના' અને કિસાન પરિવહન યોજનાનો ઓનલાઈન લોકર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ રાજ્યકક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ કરવામાં આવ્યો હોવાથી જે અન્યવે શુક્રવારે સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં આવેલા વિશાળ હોલમાં મુખ્યપ્રધાનના ઓનલાઈન સંબોધન બાદ સાવલી ડેસર તાલુકાના લાભાર્થી ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા તેમજ મીડિયમ સાઈઝ ગુડ્ઝકેરેજ વાહનની ખરીદી કરવા માટે સહાય આપવાની નવી યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા પંચાયત પ્રમુખ ઇલાબેન ચૌહાણ, ધારાસભ્ય કેતન ઇનામદાર, જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, સાવલી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત સાવલી ડેસર તાલુકાના ખેડૂત, લાભાર્થીઓ, કાર્યકરો, હોદ્દેદારો, અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.