ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં પાણીની લાઈનમાં ભંગાણ પડવાની સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં - વડોદરા નગરપાલિકા

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ પડવાની સમસ્યા યથાવત રહેવા પામી છે. આજવા રોડ ચામુંડા નગરમાં છેલ્લા 10 દિવસ ઉપરાંતના સમયથી પાણીની લાઈનનું સમારકામ નહીં કરવામાં આવતા રોજબરોજ હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે.

The problem of breakdown in water line in Vadodara is still there
વડોદરામાં પાણીની લાઈનમાં ભંગાણ પડવાની સમસ્યા યથાવત

By

Published : Oct 24, 2020, 1:57 PM IST

  • વડોદરામાં પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ
  • પાણીની લાઈનનું સમારકામ નહીં કરાતા પાણીનો વેડફાટ
  • રહીશોએ કોર્પોરેશનની કચેરી ખાતે રજૂઆત કરી

વડોદરા: શહેરના આજવા રોડ પર આવેલા ચામુંડા નગર વસાહતમાં છેલ્લા સાત દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પીવાના ચોખ્ખા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિક રહીશો વહેલી તકે સમસ્યાના નિરાકરણ માટે માંગ કરી રહ્યા છે. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા ચામુંડા નગર પાસે છેલ્લા સાત દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પીવાનું ચોખ્ખું પાણી વેડફાઇ રહ્યું છે.

મુખ્ય માર્ગ પર પાણીનો ભરાવો થતાં લોકોમાં તંત્ર વિરૂદ્ધ નારાજગી

જ્યારે મુખ્ય માર્ગ પર પાણીનો ભરાવો થતાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનની કચેરી ખાતે રજૂઆત કરી હતી. તેમ છતાં પણ હજુ સુધી સમસ્યાનો નિકાલ આવ્યો નથી. જેના કારણે લોકોમાં તંત્ર વિરૂદ્ધ નારાજગી જોવા મળી હતી અને વહેલી તકે આ પાણી લીકેજ બંધ થાય તેવી માગ કરી હતી. અત્રે નોંધનીય છે કે, વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ છે. ત્યારે રોજેરોજ આવી ઘટનાઓના કારણે લોકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ દેખાઈ રહ્યો છેે.

ABOUT THE AUTHOR

...view details