ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા મહાનગર પાલિકાના વહીવટી વોર્ડ નંબર-1ના દબાણોને દૂર કર્યાં - Vadodara Municipal Corporation

વડોદરા મહાનગર પાલિકાના વહીવટી વોર્ડ નંબર-1ના રોડ લાઇનમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ETV BHARAT
વડોદરા મહાનગર પાલિકાના વહીવટી વોર્ડ નંબર-1ના દબાણોને દૂર કરાયા

By

Published : Jul 27, 2020, 11:02 PM IST

વડોદરાઃ મહાનગર પાલિકાના વહીવટી વોર્ડ નંબર-1ના દબાણોને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાલિકાની દબાણ શાખાની ટીમે દૂર કર્યાં હતા.

વડોદરા મહાનગર પાલિકાના વહીવટી વોર્ડ નંબર-1ના પાણીગેટ દરવાજાથી જુનીગઢી મરાઠી મહોલ્લા સુધીના વિસ્તારમાં ગેરકાયદેસર રોડલાઇનના દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં વહીવટી વોર્ડ નંબર-1ના વોર્ડ અધિકારી મહેશ રબારીની આગેવાનીમાં પાલિકાની દબાણ શાખાએ કાર્યવાહી હાથ ધરી હતી.

સંવેદનશીલ વિસ્તારમાં કાર્યવાહી કરવાની હોવાથી પોલીસ સ્ટાફની માગ કરવામાં આવતાં સીટી પોલીસનો સ્ટાફ તથા અન્ય પોલીસ સ્ટાફની પણ બંદોબસ્ત સાથે મદદ લેવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન દબાણ શાખાએ ગેરકાયદેસર હંગામી શેડ, બોર્ડ, બેનર, ભંગાર, રીક્ષા સહિતના દબાણો દૂર કર્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details