ગુજરાત

gujarat

ETV Bharat / state

બરોડા ડેરીના પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી બિનહરીફ કરવામાં આવી - vadodara news

વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રે સૌથી મોટી વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી બરોડા ડેરીના પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી બિનહરીફ કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે દિનેશ પટેલ ઉર્ફે દીનું મામા અને ઉપ પ્રમુખ તરીકે જી.બી.સોલંકીની ફરી વરણી કરવામાં આવી હતી.

બરોડા ડેરીના પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી બિનહરીફ કરવામાં આવી
બરોડા ડેરીના પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી બિનહરીફ કરવામાં આવી

By

Published : Jan 7, 2021, 6:32 PM IST

  • બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ જાહેર
  • 13 ઝોનમાંથી 7 ઝોનનાં ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજાઇ
  • બરોડા ડેરીમાં 13 સભ્યોની ચૂંટણી બાદ પ્રથમ બોર્ડની મીટિંગ મળી

વડોદરા : જિલ્લા સહકારી ક્ષેત્રે સૌથી મોટી વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી બરોડા ડેરીના પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી બિનહરીફ કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે દિનેશ પટેલ ઉર્ફે દીનું મામા અને ઉપ પ્રમુખ તરીકે જી.બી.સોલંકીની ફરી વરણી કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રે સૌથી મોટી વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી બરોડા ડેરીના પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી બિનહરીફ કરવામાં આવી હતી. 13 ઝોનમાંથી 7 ઝોનનાં ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં 99.49 ટાકા મતદાન થયું હતુ. ગત 28 મી તારીખે બરોડા ડેરીની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું.જે બાદ આજે પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી હતી.

ડેરીના બોર્ડ રૂમમાં ચૂંટણી યોજાઈ

વિશ્વમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સત્તામાં વિજેતાઓએ કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. બરોડા ડેરીના બોર્ડ રૂમમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં વર્તમાન પ્રમુખ દિનેશ પટેલ (દીનું મામા) સતત બીજી વખત પ્રમુખ તરીકે અને વર્તમાન ઉપપ્રમુખ જી.બી. સોલંકી સતત ત્રીજી વખત ઉપપ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા.

શુભેચ્છકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા

બરોડા ડેરીમાં 13 સભ્યોની ચૂંટણી બાદ પ્રથમ બોર્ડની મીટિંગ મળી હતી. આ ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે માત્ર એક ફોર્મ ભર્યા હતા. જેથી આ બંને ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે દિનેશ પટેલ (દિનુમામામા) જી.બી.સોલંકી ચૂંટાઇ આવતા બન્નેની વરણીને લઈને મોટી સંખ્યામાં ટેકેદારો ડેરી ખાતે હાજર રહ્યા હતા. જેમાં શુભેચ્છકો અને ડેરીના અધિકારી કર્મચારીઓએ શુભેચ્છા પાઠવી હતી. પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પણ શુભેચ્છા આપવા માટે ઉમટી પડેલા શુભેચ્છકો સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ભૂલ્યા હતા. જોકે, પ્રમુખ ઉપપ્રમુખને શુભેચ્છા આપવા આવેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શુભેચ્છકોમાં ભાજપ જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ ઉપરાંત ધારાસભ્ય યોગેશ પટેલ શૈલેષ મહેતા અને નેતાઓ હાજર રહ્યા હતા અને બન્નેની નિયુક્તિને આવકારી હતી.

ABOUT THE AUTHOR

...view details