ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં લોકડાઉનને પગલે શ્રમજીવી પરિવારો કપરી પરિસ્થિતિમાં મૂકાયા - Vadodara News

વડોદરામાં લોકડાઉનને લઈ આજવા રોડ સયાજી ટાઉનશીપ નજીક આવેલા મારુતિનગરમાં રહેતા શ્રમજીવી પરિવારો કપરી પરિસ્થિતિમાં મૂકાયા છે.

વડોદરામાં લોકડાઉનને પગલે શ્રમજીવી પરિવારોની કપરી પરિસ્થિતિ
વડોદરામાં લોકડાઉનને પગલે શ્રમજીવી પરિવારોની કપરી પરિસ્થિતિ

By

Published : Apr 8, 2020, 8:45 PM IST

વડોદરાઃ સમગ્ર ભારતમાં લોકડાઉનને લઈ આજવા રોડ સયાજી ટાઉનશીપ નજીક આવેલા મારુતિનગરમાં રહેતા શ્રમજીવી પરિવારો કપરી પરિસ્થિતિમાં મૂકાયા છે.

વડોદરા શહેર નજીક આજવા રોડ સયાજી ટાઉનશીપ રોડ પર મારુતિનગર આવેલું છે. જેમાં શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે. લોકડાઉનને લઇ શહેર, જિલ્લાના ધંધા રોજગાર, કારખાનાઓ, જીઆઇડીસી બંધ થતાં રોજનું રોજ કમાઈને ગુજરાન ચલાવતાં શ્રમજીવીઓની દૈનિય પરિસ્થિતિ સર્જાઈ છે.

મારુતિનગરના રહીશોના કહ્યા મુજબ જ્યારનું લોકડાઉન થયું છે, ત્યારથી કોઈ ખાવા પીવાની સુવિધા નથી મળી રેશન કાર્ડ પર અનાજ લેવા જઈએ તો સિક્કો મરાવી લેવાનું જણાવવામાં આવે છે. અનાજ પણ મળતું નથી અહીંયા તમામ પરિવારો છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. બહાર નીકળીએ તો પોલીસ મારે છે. અમને જ્યારથી લોકડાઉન થયું છે, ત્યારથી કોઈપણ પ્રકારની સુવિધા કે, સહાય આપવામાં આવી નથી.અમે શું ખાઈએ તેમ ગરીબ પરિવારોએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details