ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાઃ હબીપુરાના એક માત્ર ખેડૂતે કરી ડ્રેગન ફ્રૂટની ખેતી - Jabunghoda Bhat village

ડભોઈના હબીપુરા ગામે પ્રગતિશીલ ખેડૂત દ્વારા ડ્રેગન ફ્રુટની ખેતી કરવામાં આવી હતી. જેના નિરીક્ષણ માટે અલગ અલગ ગામના ખેડૂતો નિરીક્ષણ માટે પહોંચ્યા હતા અને વનવિભાગના અધિકારો દ્વારા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લેવામાં આવી હતી.

વડોદરાઃ ડભોઈના હબીપુરાના એક માત્ર ખેડૂતે કરી ડ્રેગન ફ્રૂટની ખેતી
વડોદરાઃ ડભોઈના હબીપુરાના એક માત્ર ખેડૂતે કરી ડ્રેગન ફ્રૂટની ખેતી

By

Published : Nov 29, 2020, 8:39 AM IST

  • ડભોઈના હબીપુરા ગામે એક ખેડૂત દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવી
  • જાબુંઘોડા ભાટ ગામ અને તરગોમ ગામના ખેડૂતોએ ખેતીનું કર્યું નિરીક્ષણ
  • વનવિભાગના અધિકારીઓએ પણ પ્રગતિશીલ ખેડૂતની લીધી મુલાકાત

વડોદરાઃ ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામે થતી ડ્રેગન ફ્રુટની ખેતીનું નિરીક્ષણ તથા માર્ગદર્શન મેળવવા માટે જાંબુઘોડાના શિવરાજપુર તાલુકાના ભાટ ગામ અને તરગોમ ગામના 80 ઉપરાંત ખેડૂતો આવી પહોંચ્યા હતા અને સરકાર દ્વારા અપાનારી સહાય માટે ડ્રેગન ફ્રુટની ખેતી માટે માર્ગદર્શન મેળવ્યું હતું.

હબીપુરાના એક માત્ર ખેડૂતે કરી ડ્રેગન ફ્રૂટની ખેતી

ડ્રેગન ફ્રુટની ખેતી કરવાથી 20 વર્ષ સુધી ફરી ખેતી કરવી પડતી નથી

ડભોઇ તાલુકાના મોટી હબીપુરા ગામ ના પ્રગતીશીલ ખેડૂત હરમનભાઈ પટેલ દ્વારા તાલુકામાં એક માત્ર ડ્રેગન ફ્રુટની ખેતી ધરાવે છે. તેઓ મહારાષ્ટ્રના પ્રવાસે ગયા હતા.જ્યાં તેમણે આ ફ્રુટની ખેતી થતાં જોઈ અને તે અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું. ડ્રેગન ફ્રુટની ખેતી કરવાથી 20 વર્ષ સુધી ફરી ખેતી કરવી પડતી નથી અને દર વર્ષે સારું એવું ઉત્પાદન આવતું હોવાનું હરમનભાઈ પટેલે જણાવ્યું હતું.

કેન્સર જેવી બીમારી માટે અસરકારક ફળ : ડ્રેગન ફ્રુટ

વર્ષ 2016 માં ખેડૂત હરમનભાઈ પટેલે 8 વીંઘા જમીનમાં આશરે 500 જેટલાં રોપા-રોપી ખેતી શરૂ કરી હતી અને એક એકર જમીનમાં આશરે 7 લાખ રૂપિયા ના ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન કરતાં થયા હતા તેમનું કહેવું છે કે રૂપિયા 250 થી 400 ના ભાવે ડ્રેગન ફ્રુટ બજારમાં કિલોના ભાવે વેચાય છે. જ્યારે આ ફૂડ કેન્સર જેવી ઘાતક જટીલ બીમારી સામે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જેથી ખેડૂતને સારી આવક થઈ જાય છે. જ્યારે આ ખેતી ખૂબ સારી હોય જાંબુઘોડા તાલુકાનો શિવરાજપુર રેન્જમાં સમાવેશ થતાં ભાટ ગામ અને તરગોમ ગામના 80 ઉપરાંત ખેડૂતોને વનવિભાગ દ્વારા આર્થિક સહાય આપી ડ્રેગન ફ્રુટની ખેતી માટે પ્રેરિત કરી રહ્યા છે. ત્યારે ડભોઇ તાલુકાના મોટી હબીપુરા ગામે તમામ ખેડૂતોને લઈ વનવિભાગ શિવરાજપુર રેન્જના આરએફઓ એફ.એ.ખત્રી તેમજ અન્ય અધીકારીઓ ખેતીનું નિરીક્ષણ કરવા તેમજ માર્ગદર્શન મેળવવા મોટા હબીપુરા ગામે આવેલા હરમન ભાઈના ખેતરે આવ્યા હતા.

ખેડૂતોને હરમનભાઈ પટેલ દ્વારા ડ્રેગન

ખેડૂતોને પૂરું પાડ્યું હતું.વધુમાં શિવરાજ પૂર વનવિભાગ રેન્જના આરએફઓ એફ.એ.ખત્રી એ જણાવાયું હતું કે, અમારા વિસ્તારમાં પણ આ ખેતી કરવા ખેડૂતોને પ્રેરીત કરી રહ્યા છે.જે માટે સરકારમાંથી સહાય મેળવી જે ખેડૂતને ડ્રેગન ફ્રુટની ખેતીમાં રસ હોય જેઓને ખેતી માટેનો તમામ ખર્ચ સરકાર માંથી આપવામાં આવશે. જે અંતર્ગત પ્રતી ખેડૂત 50 થાંભલા, 200 ડ્રેગન ફ્રુટના રોપા આપવામાં આવશે.આ પ્રસંગે શિવરાજપુર નજીકના ભાટ ગામના તેમજ તરગોમ ગામના ખેડૂતોએ હરમનભાઈ પાસેથી માર્ગદર્શન મેડવી આરએફઓ એફ.એ.ખત્રી અને હરમનભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details