- ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના 12 સભ્યોની નિયુક્તિ કરાઈ
- મેયર અને ડેપ્યુટી મેયરનો તાજ પહેરવા અનેક કોર્પોરેટર્સ મેદાને
- પરાક્રમસિંહ જાડેજા વડોદરાના મેયર બનવાની યાદીમાં ટોચ પર
વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી 21 તારીખે મતદાન થયું અને ત્યારબાદ 23 તારીખે મત ગણતરી થઈ હતી. વડોદરા શહેરમાં ભાજપે બહુમતી સાથે 69 જીત મેળવી હતી. યારે આજે મહાનગરપાલિકા દ્વારા 10મી માર્ચની સભામાં જાહેરાત કરશે તેવું સૂચનાપત્ર બહાર પાડવામાં આવ્યું હતું.
સભામાં કયા પદની જાહેરાત થશે?
10 માર્ચે માસા રોડ ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સભા યોજાશે, જેમાં વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર અઢી વર્ષ માટે જાહેરાત કરશે તેની ચૂંટણી કરવામાં આવશે ત્યારબાદ ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના 12 સભ્યોની નિયુક્તિ પણ કરવામાં આવશે તેની જાહેરાત સભામાં કરવામાં આવશે. વડોદરા શહેરના પ્રથમ નાગરિક કોણ તેણી જીતેલા કોર્પોરેટરો રેસમાં લાગી ગયા છે. આ વખતે સામાન્ય પુરુષ પ્રથમ મેયર તરીકે બનશે ત્યારે સંભવિત ઉમેદવારો ગાંધીનગર દિલ્હી સુધી દોડ લગાવી રહ્યા છે.
વાંચો:વડોદરા કોર્પોરેશનની ચૂંટણી : વૉર્ડ નંબર 9માં ભાજપની પેનલની જીત, 22 વર્ષનો યુવાન બન્યો કોર્પોરેટર
મેયરના સંભવિત નામોની યાદી
વડોદરા શહેરના પ્રથમ નાગરિક એટલે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ કોણ તેની પાસે અત્યારે કેટલા કોર્પોરેટરો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જ્યારે મેયર સામાન્ય શ્રેષ્ઠ પુરુષ હોવાથી આ વખતે સંભવિત નામોની વાત કરીએ તો પરાક્રમસિંહ જાડેજા જે બધી રીતે સક્ષમ છે. મનોજ પટેલ જે પાટીદાર સહિત અગાઉ પણ તેઓ ચૂંટણી જીત્યા છે. આ સંગઠનને પણ સાથે રાખીને ચાલે એમ છે. ડોક્ટર રાજેશ શાહ જે અગાઉ મહાનગરપાલિકામાં આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. ડોક્ટર હિતેન્દ્ર પટેલ જે અગાઉ 2010માં થાય સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને સંગઠનમાં પણ તેઓ પાસે રાખીને ચાલી શકે તેમ છે અને કેયૂર રોકડિયા જેવો વૈષ્ણવ હોવાથી મેયર પદ તરીકે હોઈ શકે પણ જ્યારે વડોદરા શહેર ભાજપના પ્રમુખ એક વૈષ્ણવ હોવાથી કદાચ એમને મેયરનું પદ મળી ન શકે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. મેયર પદના સંભવિત ઉમેદવારોની વાત કરવામાં આવે તો પરાક્રમસિંહ જાડેજા, કેયૂર રોકડિયા, ડોક્ટર રાજેશ શાહ, મનોજ પટેલ અને મજબૂત દાવેદારની વાત કરવામાં આવે તો હિતેન્દ્ર પટેલ મેયર પદ તરીકે બેસે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.