ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રધાનમંત્રી આવાસમાં 12માં માળેથી કૂદકો મારી અઢી વર્ષના સંતાનની માતાનો મોતનો ભૂસકો - vadodra news

વડોદરા: ગોત્રી તળાવ પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસમાં રહેતી યુવાન પરીણિતાએ ભેદીકારણોસર 12માં માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આપઘાત પાછળના કારણો અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી.

etv bharat
પ્રધાનમંત્રી આવાસમાં 12મા માળેથી કૂદકો મારી અઢી વર્ષના સંતાનની માતાનો મોતનો ભૂસકો

By

Published : Dec 15, 2019, 11:36 PM IST

ગોત્રી તળાવ પાસે ગાયત્રી સ્કૂલની પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના મકાનમાં એફ ટાવરના 12માં માળે 24 વર્ષિય જીજ્ઞાસા બહેન પ્રકાશભાઈ રોહીત રહેતાં હતાં. 4 વર્ષ અગાઉ તેમના લગ્ન થયા હતાં. પ્રકાશભાઈ વાળંદ તરીકે કામ કરે છે. અઢી વર્ષ અગાઉ તેઓ સંતાનના માતા પિતા બન્યા હતાં.

પ્રધાનમંત્રી આવાસમાં 12મા માળેથી કૂદકો મારી અઢી વર્ષના સંતાનની માતાનો મોતનો ભૂસકો

સુમારે સંતાન વડસાસુ- સસરાને સોંપીને જીજ્ઞાસાબહેન અગાસીમાં ગયા હતાં અને ભેદીસંજોગોમાં તેમણે ત્યાંથી ઝંપલાવી દીધું હતું. જમીન પર પટકાતાં જ તેમનું કરુણ મોત નિપજ્યું હતું. બનાવને પગલે સ્થાનિક રહીશોના ટોળા એકઠાં થઈ ગયા હતાં. બનાવ અંગે જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી ગોત્રી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details