જેતપુર ખાતર કૌભાંડમાં GSFC દ્વારા તપાસ શરુ કરાઈ - Gujarati news
વડોદરાઃ જેતપુરમાં GSFC સરદાર ડિ.એ.પી ખાતરની 50 કિલો બોરીમાં પ્રત્યેક બોરી દિઠ 450 થી 500 ગ્રામ ખાતર ઓછું હોવાની ફરીયાદ ખેડુતો દ્રારા કરવામાં આવી હતી. આ ફરીયાદના આધારે તપાસ કરતા દરેક બોરીમાં ખાતર ઓછું હોવાનુ કૌભાંડ સામે આવ્યુ હતું. જેથી GSFC પ્લાન્ટની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થયાં છે.
પ્રતિકાત્મક ફોટો
આ મામલે GSFC વડોદરા યુનિટના PRO કે.આર.યાદવે જણાવ્યું હતું કે, ખાતરમાં ઘટ હોવાની વાત કંપની માટે દુઃખદ છે, આ બાબતે ત્રણ સભ્યો હાલ તપાસ કરી રહ્યાં છે. GSFC સિક્કા પ્લાન્ટના પ્રોડક્શન મેનેજર ગાંધી સહિત અન્ય બે અધિકારીઓ તપાસ કરવા માટે રાજકોટની કંપનીએ રવાના કરવામાં આવ્યાં છે. જ્યાં તપાસ બાદ તપાસ કર્મીઓ એક રીપોર્ટ જમા કરશે અને જે આધારે જેની પણ ભુલ સામે આવશે તેની સામે રાજ્ય સરકાર યોગ્ય કાર્યવાહી કરશે. જો કે, કંપનીની ભુલ નહિ હોવાનો દાવો PRO કે. યાદવે કર્યો હતો.