વડોદરામાં મહિલા પાંચમા માળેથી પટકાતા મોત - vadodra samachr
વડોદરાઃ શહેરના વાઘોડિયા રોડ કલા દર્શન ડી-માર્ટ પાસે તૃપ્ત એપાર્ટમેન્ટના પાંચમા માળે ઘર કામ કરી રહેલી મહિલા લોબી માંથી પડી જતા મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
![વડોદરામાં મહિલા પાંચમા માળેથી પટકાતા મોત etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5533530-thumbnail-3x2-vdr.jpg)
વડોદરા શહેરના જુનિગઢીમાં આરતીબેન હરીશભાઈ સોલંકી રહેતા હતા, જે કલાદર્શન ડિ-માર્ટ નજીકના તૃપ્તિ એપાર્ટમેન્ટમાં સ્વીપર તરીકે કામ કરતા હતા, તેમજ એપાર્ટમેન્ટના મકાનમાં પણ જીવનનિર્વાહ ચલાવવા કામ કાજ કરતા હતા. રવિવારે રોજના ક્રમ મુજબ આરતીબેન એપાર્ટમેન્ટ પર કામ કરવા અર્થે આવ્યા હતા. જ્યાં સ્વીપરનું કામ પુરૂ કરી એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા સ્નેહા ભેસાણીયાના ઘરે કામ કરવા ગયા હતા. જે કામ દરમિયાન આરતીબેન અકસ્માતે મકાનની ગેલેરી પરથી પડી જતા ઘટના સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. જેની જાણ પાણીગેટ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ મહિલાની મોતને લઈ પરિવારે પણ આશંકા ઉપજાવી હતી.