ગુજરાત

gujarat

ETV Bharat / state

629 કોન્સ્ટેબલનો આવતીકાલે દિક્ષાંત સમારોહ, ગૃહ રાજ્યપ્રધાન રહેશે ઉપસ્થિત

વડોદરાઃ રાજ્યના પોલીસ દળમાં જોડાવવા માટે પસંદ થયેલા કોન્સ્ટેબલ જવાનોને પ્રશિક્ષણથી સુસજ્જ કરવાનું કામ છેલ્લા 64 વર્ષથી કરી રહી છે. આ વ્યાપક કાર્યકાળ દરમિયાન આ સંસ્થાએ 66,938 જવાનોને તાલીમ આપી છે અને રાજ્ય પોલીસ બેડાને મજબૂત કર્યું છે.

By

Published : Jun 15, 2019, 12:42 PM IST

629 તાલીમાર્થીઓનો આવતીકાલે દિક્ષાંત સમારોહ

હાલમાં આ સંસ્થા ખાતે રાજયના 38 પોલીસ જિલ્લામાં હથિયારી લોકરક્ષક તરીકે પસંદ થયેલા 629 જવાનોએ આઠ માસની નિર્ધારીત અને આકરી તાલીમ પૂર્ણ કરી છે. આ લોકોના દિક્ષાંત સમારંભનું આયોજન તા.16 જુનને રવિવારના રોજ લાલબાગ પોલીસ તાલીમ શાળાના પરેડ મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. આ 629 ઘડાયેલા જવાનોમાં 8 ઇજનેર, 248 સ્નાતક અને 28 અનુસ્નાતકોનો સમાવેશ થાય છે.

વડોદરા ખાતે રાજયના ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજા આ નવા જવાનોને, જે તે જિલ્લાઓના પોલીસ દળમાં જોડાઇને પોલીસમેન તરીકે કારર્કિદી શરૂ કરવા દિક્ષાંત વિદાય આપશે. આ ઉપરાંત ગૃહ રાજયપ્રધાનના હસ્તે પોલીસ તાલીમ શાળાના કેમ્પસમાં નવનિર્મિત પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ વડોદરા તાલુકાના કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવશે.આ કાર્યક્રમ અંતર્ગત ગણવેશધારી જવાનો શિસ્તબદ્ધ અને શાનદાર પરેડ દ્વારા તેમને સલામી આપશે. તેઓ તાલીમ દરમિયાન ઉજ્જવળ દેખાવ કરનારા જવાનોને વિભૂષિત કરશે. આ પ્રસંગે રાજયના અધિક પોલીસ નિર્દેશક વિકાસ સહાય ખાસ ઉપસ્થિત રહેશે.

ABOUT THE AUTHOR

...view details