વડોદરાઃ પાદરાના તેજન સોસાયટી પાસે હડકાયા કૂતરાનો આતંક મચવાથી આસ પાસના રહીશો હેરાન થયા હતાં. પાલિકાને જાણ કરવા છતાં પાલિકા તંત્રએ કોઇ પગલા ન લેતા રહીશો સ્વયંમ પોતાની સુરક્ષા કરતા નજરે પડ્યા હતાં.
વડોદરાના પાદરામાં શ્વાનનો આંતક, તંત્રને જાણ કરવા છતા કોઇ પગલા નહીં - Tejan Society of Vadodara Padra
વડોદરામાં શ્વાનના ત્રાસથી લોકોમાં ભયનો માહેલ ફેલાયો હતો. લોકોએ પાલિકા તંત્રને જાણ કરવા છતા તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા ન હતા.

પાદરા તેજસ સોસાયટીમાં છેલ્લા કેટલા દિવસ એક શ્વન હડકાયું થતા આસપાસ રહીશોના જીવ તાળવે બધાંય છે, પાદરાના લિબર્ટી ટોકીઝ પાસે આવેલા તેજસ સોસાયટીમાં એક શ્વાન હડકાયું થતા સ્થાનિકો લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. શ્વાન દ્વારા નાગરિકો પર હુમલો કરવામાં આવે છે. જેથી લોકોમાં ગભરાટ વ્યાપી ગયો છે. પાલિકાનું તંત્ર આખે આડા કાન કરતા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતો.
જેથી નાગરિકો તંત્ર પાસે અપેક્ષા રાખે પણ ત્યાંથી પણ કોઈ મદદ નહીં મળતા આખરે સ્થાનિક રહીશો જાતે પોતાની સુરક્ષા માટે હાથમાં લાકડાના દંડા સાથે પહેરો ભરતા નજરે પડ્યા હતા. પાદરા નગર પાલિકાને જાણ કરી હોવા છતાં પાલિકા તંત્રએ આખે આડા કાન કરીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરતા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા.