વડોદરા:વડોદરાની અને વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં (Vadodara MS University)હિંદુ સ્ટડીઝનો અભ્યાસ કરાવવામાં( Course in Hindu Studies at MS University)આવશે. યુનિવર્સિટીની સિન્ડિકેટ દ્વારા બી.એ અને એમ.એ હિંદુ સ્ટડિઝના અભ્યાસક્રમને(MA in Hindu Studies)મંજૂરી આપવામાં આવી છે. આ કોર્સ સ્નાતક અભ્યાસક્રમ હિંદુ સંસ્કૃતિનું મૂળભૂત જ્ઞાન અપાશે અને વર્તમાન સંદર્ભમાં હિંદુ મૂલ્યોની સ્થિતિને સ્પષ્ટ કરવા છે.
કોર્સમાં શું શું ભણાવવામાં આવશે -આ કોષની શરૂઆત (Hindu Studies)નવા સત્રથી કરવામાં આવશે. જેમાં 60 જેટલી બેઠકો ફાળવવામાં આવશે અને 14,000 વાર્ષિક ફી રહેશે. જે સમગ્ર ભારત ભરમાં પ્રથમ સ્નાતક કોર્સ શરૂ કરનાર એકમાત્ર યુનિવર્સિટી એમ.એસ યુનિવર્સિટી હશે. મહારાજા સજીરાવ યુનિવર્સિટીએ શરૂ કરવામાં આવનાર હિંદુત્વનો ગ્રેજ્યુએશન કોર્સમાં ભગવદ્ ગીતા ,રામાયણ ,યોગશાસ્ત્ર પરિચય ,આયુર્વેદનો પરિચય ,હિન્દુ દર્શન નો પરિચય ,હિન્દી ,અંગ્રેજી, પ્રાચીન ભારત ,મધ્યકાલીન ભારત ,પર્યાવરણ વિજ્ઞાન, આધુનિક ભારત ,વેદોનો પરિચય, ભારતનું રાષ્ટ્રીય આંદોલન, હિન્દુ મનોવિજ્ઞાન, ભગવદગીતાનો પરિચય, રામાયણ ,મહાભારતનો પરિચય ,પુરાણનો પરિચય, આધુનિક વિશ્વનો ઈતિહાસ ,વૈષ્ણવ અને શક્તિ, દક્ષિણ એશિયામાં ફેલાવો બંધન, મોક્ષ વિમરસા સહિતના વિષયોનો સમાવેશ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ84 વર્ષના વિદ્યાર્થીએ યુનિવર્સિટીમાંથી મેળવી ડૉક્ટર ઑફ લિટરેચરની ડિગ્રી