- કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની વિરુધ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી
- ભાજપના 11 સભ્યોએ કોંગ્રેસ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી
- કોંગ્રેસ નગરપાલિકા શાસનમાં બીજી વાર અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસકો
બનાસકાંઠા:ધાનેરા નગરપાલિકામાં સત્તા પર બેઠેલી કોંગ્રેસને એક ફરી એકવાર જીવતદાન મળી ગયું છે. ચાર દિવસ અગાઉ ભાજપના સભ્યોએ પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. પરંતુ પૂરતું સંખ્યાબળ ધરાવતી કોંગ્રેસે આજે વિશ્વાસનો મત મેળવવા માટે બેઠક બોલાવીને વિશ્વાસનો મત મેળવી લેતા ભાજપ દ્વારા રજૂ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો છે.
કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની વિરુધ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી
બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં ફરી એક વખત સંકટના વાદળો ઘેરાયા છે. નગરપાલિકા માં પ્રમુખ, ઉપપ્રમુખ વિરુદ્ધ ભાજપના તમામ 11 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે, કોંગ્રેસ પાસે બહુમત હોવાથી ભાજપ અવિશ્વાસની દરખાસ્ત કેવી રીતે પસાર કરાવશે તેના પર સૌની નજર છે. થોડાક સમય પહેલા વિકાસના કામોમાં ગેરરીતિ બાબતે સત્તાધારી કોંગ્રેસના 16 સદસ્યોને કમિશનરે સસ્પેન્ડ કર્યા હતા. ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વીપણે કામ કરે છે અને વિકાસ કામો કરવામાં પણ નિષ્ફળ નિવડ્યા હોવાના આક્ષેપો સાથે ભાજપના તમામ 11 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.
આ પણ વાંચો:મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર
રાજકીય દાવપેચ ખેલવામાં ભાજપને ફરી એકવાર પછડાટ