ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈરાદાપૂર્વક એક શખ્સે ખેતરમાં કર્યું નુકસાન, ખેડૂતે પોલીસ પાસે કાર્યવાહી કરવા માગ કરી

શિનોર તાલુકાના બરકાલ ગામના ખેડૂતના ખેતરમાં એક શખ્સ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઈરાદાપૂર્વક ટ્રેક્ટર વડે કેળના 50 છોડ ઉખેડી કાઢવામાં આવ્યા હતા. જે બાદ ખેડૂત દ્વારા તે શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ કરી છે.

ઈરાદાપૂર્વક એક શખ્સ દ્વારા ખેતરમાં નુકસાન પહોંચાતા ખેડૂતે પોલીસ પાસે કાર્યવાહી કરવા માગ કરી
ઈરાદાપૂર્વક એક શખ્સ દ્વારા ખેતરમાં નુકસાન પહોંચાતા ખેડૂતે પોલીસ પાસે કાર્યવાહી કરવા માગ કરી

By

Published : Oct 3, 2020, 2:17 PM IST

વડોદરાઃ શિનોર તાલુકાના બરકાલ ગામના ખેડૂતના કેળના ખેતરમાં એક શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઈરાદા પૂર્વક ટ્રેક્ટર વડે કેળના એક 50 છોડ ઉખેડવામાં આવતાં ખેડૂત દ્વારા તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ કરી છે.

શિનોર તાલુકાના બરકાલ ગામે એક આશ્ચર્યજનક ઘટના બની હતી. પ્રમિત કુમાર ભોગીલાલ નામના ખેડૂતે પોતાના ખેતરમાં કેળનું વાવેતર કર્યું હતું. પરંતુ આ ખેતરના માલિકના પુત્ર જીતેન્દ્ર કંચનભાઈ પટેલે તેમના મીની ટ્રેક્ટર વડે પ્રમિત કુમારના ખેતરના શેઢા નજીક કેળના છોડને તોડી પાડી ટ્રેક્ટર લઈને ગેરકાયદેસર રીતે પસાર થઈ કેળના 50 છોડ ટ્રેક્ટર વડે કાઢી નાખ્યા હતા.

ઈરાદાપૂર્વક એક શખ્સ દ્વારા ખેતરમાં નુકસાન પહોંચાતા ખેડૂતે પોલીસ પાસે કાર્યવાહી કરવા માગ કરી

જેને લઈ ઈરાદા પૂર્વક નુકસાન કર્યું હોવાનું જણાઈ આવતા આ અંગે શિનોર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી શિનોર પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને નુકસાન પહોંચાડનારા જીતેન્દ્ર પટેલ વિરુદ્ધ એન.સી દાખલ કરી હતી. ખેડૂત દ્વારા 50 છોડ તૈયાર કરવામાં 3500 રૂપિયાનો ખર્ચ એન.સી માં દર્શાવતાં ખેડૂતે નારાજગી વ્યક્ત કરી હતી અને શિનોર પોલીસ સબ ઇન્સપેક્ટર જે.કે બાવીસ્કરને નુકસાન પહોંચાડનારા જીતેન્દ્ર પટેલ સામે F.I.R નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમજ થયેલા નુકસાનનું વળતર મળે એવી માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details