ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં વકીલોની બેઠક વ્યવસ્થા મુદ્દે ચાલી રહેલી હડતાળનો અંત - gujarat

વડોદરા: વેક્સની કોર્ટમાં વકીલોની બેઠક વ્યવસ્થાને લઈને વકીલો છેલ્લા 20 દિવસથી પ્રતિક ઉપવાસ સાથે હડતાળ પર ઊતર્યાં હતા. ત્યારે ન્યાયતંત્ર અને વકીલો સામ સામે આવ્યા હતા. બેઠક વ્યવસ્થાની સમસ્યાનું નિરાકરણ ન આવતા વકીલોએ છેલ્લા 20 દિવસથી અચોકકસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. વકીલોની બેઠક વ્યવસ્થાના મુદ્દે 20 દિવસ સુધી ચાલેલી હડતાળનો આખરે અંત આવ્યો છે. જે બાદ મંગળવારથી વકીલો રાબેતા મુજબ કોર્ટ કાર્યવાહીમાં જોડાઈ જશે.

ફાઇલ ફોટો

By

Published : May 7, 2019, 1:20 PM IST

મળતી માહિતી મુજબ વડોદરામાં નવા કોર્ટ કોમ્પલેક્ષમાં વકીલોની બેઠક વ્યવસ્થા મુદ્દે છેલ્લા 20 દિવસથી વકીલો દ્વારા હડતાળ કરવામાં આવી રહી હતી. તેથી અંતે હાઈકોર્ટ દ્વારા વધારાની 10 રૂમો વકીલોની બેઠક વ્યવસ્થા માટે ફાળવવામાં આવી છે. જે મુદ્દે વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ દ્વારા વકીલોની જાહેર સભા બોલાવવામાં આવી હતી.

કેટલાક વકીલોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને છેવટે આંદોલનને સમેટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તો આ સાથે જ પ્રિન્સિપલ ડિસ્ટ્રીકટ જજની કોર્ટમાં વકીલો કોર્ટ કાર્યવાહીથબ દુર રહેશે તેવો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details