વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં કોરોના વાઇરસની ચકાસણી માટે જતાં સિનિયર સિટીઝનોને કલાકો સુધી રાહ જોવડાવવામાં આવી રહી છે. કોરોના વાઇરસના ટેસ્ટ માટે પુત્ર સાથે ગયેલી વૃદ્ઘાને એક્સ-રે વિભાગની બહાર રિપોર્ટની રાહ જોઇ કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડી હતી. એક્સ-રેની રાહ જોતા-જોતા વૃદ્ઘા પોતાના પુત્રના ખોળામાં જ સૂઇ ગઇ હતી.
વડોદરાના વાડી સોનીપોળમાં રહેતા વિદ્યાબહેન સુખદેવભાઇ ગોહિલ છેલ્લા એક સપ્તાહથી તાવ, શરદી, ખાંસીથી પીડાતા હતા. સ્થાનિક તબીબો પાસે દવા લેવા છતાં તબિયતમાં કોઇ સુધારો થતો ન હતો. આથી તેઓ કોરોના વાઇરસની શંકાને લઇ પુત્ર સાથે સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ પ્રાથમિક તપાસ કરીને તેઓને એક્સ-રે વિભાગમાં એક્સ-રે કઢાવવા માટે મોકલ્યા હતા.