- વડોદરામાં તૌકતે વાવાઝોડાની અસર
- ભારે પવન સાથે વરસાદનું આગમન
- વૃક્ષો ધરાશાયી થયાં, જોખમી ઘર ખાલી કરાવાયાં
વડોદરાઃ તૌકતે વાવાઝોડા અરબી સમુદ્રમાં રુદ્ર તાંડવ કરી ગુજરાતના કાંઠા વિસ્તારો પસાર કરતાં માં પવનની ગતિ વધી છે. આજે વહેલી સવારથી શહેર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ ઝરમર વરસાદની સાથે સામાન્ય દિવસો કરતાં તેજ ગતિથી પવન ફૂંકાઇ રહ્યો છે. જિલ્લા નિયંત્રણ કક્ષ દ્વારા સતત પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જિલ્લાના વિવિધ તાલુકામાં વિગતો મેળવવામાં આવી હતી. સવારના નવ વાગ્યાની આસપાસ મોટાભાગના શહેરા તાલુકામાં પ્રતિ કલાક સતત વધતી ઓછી ગતિથી પવન ફુંકાઈ રહ્યાંના ખબર મળ્યાં હતાં. શહેરમાં આજે વહેલી સવારથી જ ઝરમર વરસાદ પડી રહ્યો છે અને ભારે પવનના કારણે શહેરમાં અને જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યાં છે. તૌકતે વાવાઝોડાથી વડોદરા શહેરમાં, જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતાં એક તબક્કે ગરમીમાં ઠંડકનો અહેસાસ શહેરીજનોને થયો હતો. કોરોનાની મહામારી ચાલી રહી છે અને બીજી બાજુ આ વાવાઝોડાની આફતના કારણે નાગરિકોમાં એક બાજુ ડર પણ હતો.ગત મોડીરાતથી જ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની
આ પણ વાંચોઃ પોતાના જીવ સમાન 25 લાખની બોટ મુકવા રાજી નહોતો માછીમાર : જૂઓ મધદરીએ LIVE દિલધલડ રેસક્યુ ઓપરેશન
તૌકતે વાવાઝોડાને લઈને રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરુમનો ધમધમાટ
તૌકતે વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે શહેરમાં રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ ધમધમતો થયો હતો. કંટ્રોલ રૂમ ખાતે 1200 સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.કોર્પોરેશનના તમામ 12 વોર્ડ ઓફિસો આખી રાત ચાલુ રાખવામાં આવી હતી અને હેલ્પ લાઈન નંબર ઉપર જાહેર કરવામાં આવ્યાં હતાં. વડોદરા શહેર અને જિલ્લાના પણ હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા હતાં. તંત્ર દ્વારા ભયજનક 177 જેટલા હોર્ડિંગ્સ ઉતારી દેવામાં આવ્યા હતાં અને 110 જગ્યા પર ઝાડની ડાળીઓ પણ કાપી નાખવામાં આવી હતી. શહેરમાં નાનામોટા થઈને ચાર સ્થળે ઝાડ અને નાના મોટા બેનર પડ્યાં હતાં.
આ પણ વાંચોઃ અમદાવાદમાં વરસાદની શરુઆત થતાં વાતાવરણમાં ઠંડક