ગુજરાત

gujarat

ETV Bharat / state

આજથી અનલોક-1માં ધાર્મિક સ્થળો ખોલવાના નિર્ણયને આખરી ઓપ - ધાર્મિક સ્થળો ખોલવાના નિર્ણને આખરી ઓપ

8મી જૂનથી અનલોક-1માં ધાર્મિક સ્થળો ખોલવાના સરકારના નિર્ણયને અનુસરવા માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે સુરક્ષા હેતુ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મંદીરોને દર્શનાર્થીઓ અર્થે સુરક્ષાની વ્યવસ્થા સાથે ખોલવાના નિર્ણયથી સૌ કોઇ ભાવીજનો આનંદીત થયા હતા.

8મી જૂનથી અનલોકડાઉન 1માં ધાર્મિક સ્થળો ખોલવાના નિર્ણને આખરી ઓપ
8મી જૂનથી અનલોકડાઉન 1માં ધાર્મિક સ્થળો ખોલવાના નિર્ણને આખરી ઓપ

By

Published : Jun 8, 2020, 4:11 PM IST

વડોદરાઃ 8 જૂનથી અનલોક-1માં ધાર્મિક સ્થળો સુરક્ષાની વ્યવસ્થા સાથે ખોલવાના સરકારના નિર્દેશ અનુસાર માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે સુરક્ષા હેતુ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

8મી જૂનથી અનલોકડાઉન 1માં ધાર્મિક સ્થળો ખોલવાના નિર્ણને આખરી ઓપ

કોરોનાની મહામારીથી રક્ષણ આપવાના પ્રયાસમાં ભારતમાં છેલ્લા લગભગ 70 દિવસના લોકડાઉન બાદ અનલોક-1 દરમિયાન અનેકવિધ ગતિવીધીના પ્રારંભે સામાન્ય જનજીવન ધીરે-ધીરે કાર્યરત બન્યું છે, ત્યારે સરકારના નિર્દેશ અનુસાર તારીખ 8 જૂનથી દેશના તમામ મંદીરોને દર્શનાર્થીઓ અર્થે સુરક્ષાની વ્યવસ્થા સાથે ખોલવાના નિર્દેશથી સૌ કોઇ ભાવીકજનો આનંદીત થયા હતાં.

આ જાહેરાતના સંદર્ભમાં ગુજરાતના સૌથી વિશાળ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું સંકુલ એટલે “આધ્યાત્મિક સંકુલ ”વડોદરા આંગણે પણ તારીખ 8 જૂનથી ઠાકોરજીના દર્શનનો પ્રારંભ થવાનો છે. એવા સમયે સંકુલમાં કોરોનાથી રક્ષણ પામવાના દૃષ્ટિકોણથી વૈષ્ણવાચાર્ય પૂજય વ્રજરાજકુમારજી મહોદયના માર્ગદર્શનમાં તમામ સરકાર નિર્દેશીત વ્યવસ્થાઓ અને તૈયારીઓ પૂર્ણ થઇ છે. દરેક દર્શનાર્થીઓ પ્રવેશદ્વાર પરથી જ સેનીટાઇઝ થઈ આધ્યાત્મિક સંકુલમાં પ્રવેશી શકશે.આ અંગે વધુ માહિતી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયે આપી હતી.

ABOUT THE AUTHOR

...view details