ગુજરાત

gujarat

ETV Bharat / state

વીજ પોલ ઉપર કામગીરી અર્થે ચઢેલાં વીજ કર્મીનું મોત, કર્મચારીઓની સુરક્ષાને લઈને વીજ કંપની પર ઉઠતા સવાલ !

વડોદરાના ડભોઇ વેગા નજીક વીજ કંપનીના થાંભલા ઉપર રીપેરીંગ કામ અર્થે એલ્યુનિમિયમના વાયરો લગાડવાની કામગીરી ચાલી રહી હતી, તે સમયે બે કર્મચારીઓ પૈકી એક કમૅચારીને વીજ કરંટ લાગતા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય કર્મચારી થાંભલા પરથી પટકાતા તેનો બચાવ થયો છે. જોકે એક વીજ કર્મચારીના મોતથી મધ્ય ગુજરાત વીજ કંપની સવાલોના ઘેરામાં આવી છે.

વીજ પોલ ઉપર કામગીરી અર્થે ચઢેલાં વીજ કર્મીનું મોત
વીજ પોલ ઉપર કામગીરી અર્થે ચઢેલાં વીજ કર્મીનું મોત

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2023, 9:36 AM IST

વડોદરા:વડોદરાજિલ્લામાં વરસાદી માવઠાના માહોલ વચ્ચે ડભોઇ વેગા નજીક વિજ કંપનીના થાંભલા ઉપર રીપેરીંગ કામ અર્થે એલ્યુનિમિયમના વાયરો લગાડવાની કામગીરી ચાલી રહી હતી, તે સમયે બે કર્મચારીઓ પૈકી એક કમૅચારીને વીજ કરંટ લાગતા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

એક કર્મચારીનો આબાદ બચાવ: ડભોઇ વેગા ચોકડી પાસે, નીમા રાઇસ મીલની પાછળના ભાગે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા થાંભલાઓ ઉપર વીજ વાયરો લગાવવાની કામગીરી ચાલી રહી હતી. જે અંતર્ગત અરવિંદભાઇ સોમાભાઇ બારીયા તથા દિલીપભાઈ મનાભાઈ રાવળ તથાં અન્ય સ્ટાફ કામગીરીમાં હતાં. તે સમયે થાંભલા ઉપરથી દિલીપભાઈ નીચે પટકાતાં તેઓનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અરવિંદભાઈ થાંભલા ઉપરથી સમયસર ઉતરી શક્યા ન હતાં. જેને કારણે તેઓને કરંટ લાગતાં ૧૦૮ મારફતે સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતાં, જયાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

વીજ કર્મીનું કરંટ લાગતા મોત: સમગ્ર મામલે ડભોઇ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અનુસાર, દિલીપભાઈ મનાભાઇ રાવળ અને અરવિંદભાઇ સોમાભાઇ બારીયા તથા અન્ય કર્મચારીઓ વિજ કંપનીની લાઇનનું કામ કરતા હતાં. જેમાં અરવિંદભાઇ સોમાભાઇ બારીયા અને દિલીપ મનાભાઇ રાવળ થાંભલા ઉપર ઇલેક્ટ્રીક એલ્યુમિનિયમના વાયરો લગાડવા માટે થાંભલા ઉપર ચઢ્યા હતા. તે સમય દરમિયાન થાંભલા ઉપર કરંટ આવતો હોવાનું ધ્યાને આવતાં બંને એ કરંટ લાગે છે તેવી બૂમાબૂમ કરી હતી. તેજ સમયે દિલીપભાઇ થાંભલા ઉપરથી નીચે પડી ગયાં હતાં અને તેનાં કારણે તેઓનો આબાદ બચાવ થયો હતો જ્યારે અરવિંદભાઇ થાંભલા ઉપરથી સમયસર ઉતરી શક્યાં ન હતાં. ઉપસ્થિત કમૅચારીઓએ અરવિંદભાઇને તાત્કાલિક 108 મારફતે પ્રાથમિક સારવાર અર્થે ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ તેઓને વધુ સારવાર અર્થે વડોદરા અટલાદરાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતાં, પરંતુ ત્યાં હોસ્પિટલમાં ફરજ ઉપરના તબિબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સવાલોના ઘેરામાં મધ્ય ગુજરાત વીજ કંપની: મધ્ય ગુજરાત વીજ કંપની ફરજ ઉપરના કર્મચારીઓ માટે કયાં પ્રકારની સેફ્ટીના સાધનો સ્થળ ઉપર હાજર હતાં એ અંગે મોટો ચર્ચાનો સવાલ ઉભો થયો છે. થાંભલા ઉપર કામ કરવા ચઢેલા કર્મચારી પાસે કયાં પ્રકારના સેફ્ટી સાધનો હતાં. થાંભલામાં કરંટ લાગે છે કે, નહિ તે અંગે ચઢતા પૂર્વે કોઇ ચકાસણી કરવામાં આવી હતી કે નહિં ? તથા એકા-એક કરંટ લાગવા પાછળનું કારણ શું ? આ પ્રકારના સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. હવે આ સમગ્ર મામલે પોલીસે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી છે,

શું મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારી હતી ?:વીજ કર્મચારીના મોતને લઈને હવે ખુદ મધ્ય ગુજરાત વીજ કંપની પર જ સવાલ ઉઠી રહ્યાં છે. મધ્ય ગુજરાત વીજ કંપનીનું વહીવટી તંત્ર ખાડે ગયું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારી સહિત ગ્રાહકો સાથે પણ યોગ્ય સલામતી કે યોગ્ય સવલતો સચવાતી ન હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. નગરમાં પણ કેટલાક વીજ પોલો ઉપર વેલો જોવા મળી રહી છે, અને શોપિંગ સેનટરોમાં ડીપીમાંથી પસાર થતા ખુલ્લા વાયરો પણ જોવા મળી રહયાં છે. જેમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારી જોવા મળી રહી છે. એટલું જ નહીં પરંતુ વારંવાર કેટલાક વિસ્તારોમાં વીજ પોલના વાયરો કે ડી.પી. ફુકાઈ જવાના પણ કેટલાક બનાવો સામે આવ્યા છે. આમ, ઘણી જગ્યાએ મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારી જોવા મળતી હોવાનું જાગૃત નાગરિકોનાં ધ્યાને આવ્યું છે. હવે જોવું રહયું કે વીજ કંપનીનો વહિવટ સુધારે છે કે પછી આમને આમ લોલમલોલ ચાલતી રહેશે અને અરવિંદભાઈ બારીયા જેવા નિર્દોષ વીજ કર્મચારીઓનો ભોગ લેવાતો રહેશે.

  1. Dabhoi Municipality Notice : ડભોઇ નગરપાલિકા ચીફ ઓફિસરે ભાજપ કોંગ્રેસના 36 સભ્યોને નોટિસ ફટકારી, મામલો જૂઓ
  2. ઐતિહાસિક શહેર ડભોઇ-દર્ભાવતી આવેલ ઐતિહાસિક 'લાલા ટોપીની વાવ' ખાતે કારતકી પૂનમે ઉમટી પડે છે ભીડ, જાણો શું છે લોકવાયકા

ABOUT THE AUTHOR

...view details