વડોદરાઃ કરજણ નગરના તળાવમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, તો મગર સાથે ઈંડા પણ નજરે પડ્યાં હતા.
વડોદરાઃ કરજણ નગરના તળાવમાં મગર દેખાયો, સ્થાનિકોમાં ભય - વડોદરા વન વિભાગ
વડોદરામાં કરજણ નગરના તળાવમાં એક માદા મગર જોવા માળ્યો હતો. જેથી વન વિભાગ દ્વારા મગરને પકડી સલામત જગ્યાએ છોડવા લોકોએ માગ કરી હતી.
કરજણનગરમાં પ્રવેશદ્વારથી થોડે આગળ નગરમાં જતા પુરાણું તળાવ આવેલું છે. જે તળાવમાં એક માદા મગરે ઈંડા મૂક્યાં હોવાની માહિતી મળતા મીડિયાકર્મીએ તળાવની મુલાકાત લેતા તળાવના કિનારે ઘાસની વચ્ચે માદા મગર જોવા મળ્યો હતો.
તેમજ કિનારાના ભાગે ઈંડા પણ જોવા મળ્યાં હતાં, ત્યાં રહેતા એક સ્થાનિકના જણાવ્યા મુજબ ઘણા સમયથી તળાવમાં મગર રહે છે અને અમે વારંવાર મગરને જોયેલો છે, તો નગરના પૂર્વ વિસ્તાર તરફ આવેલા તળાવમાં માદા મગર ઈંડા સાથે જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગ દ્વારા મગરને પકડી સલામત જગ્યાએ છોવા લોકોએ માગ કરી હતી.