વડોદરા: શહેરના સોમા તળાવબ્રિજથી તરસાલી વચ્ચે બંસલ મોલ પાસે આવી ગયેલા મગરનો કોલ મળતા જ શહેરની ત્રણ પ્રાણી પ્રેમી સંસ્થાઓની ટીમ અને વનવિભાગના સ્ટાફે મળી એક કલાકની ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ કર્યો હતો. આ પકડાયેલા મગરને વનવિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.
વડોદરામાં સોમા તળાવ બ્રિજ પાસેથી વનવિભાગ દ્વારા મગરનો રેસ્ક્યૂ - વડોદરા શહેરના સોમા તળાવ
વડોદરામાં મંગળવારે મોડી રાત્રે સોમા તળાવ બ્રિજથી તરસાલી વચ્ચેના વિસ્તારમાં આવી ગયેલા પૂંછડી વિનાના મહાકાય મગરને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા વનવિભાગને સાથે રાખી એક કલાકની ભારે જહેમતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.
વડોદરા
આ અંગે માહિતી આપતાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, અમારી હેલ્પ લાઈન નંબર પર કોલ આવ્યો હતો કે, તરસાલી બંસલ મોલ પાસે એક પૂંછડી વગરનો મગર આવી ગયો છે. જેથી સંસ્થાના કાર્યકર વન વિભાગને સાથે રાખીને સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં જઇને જોયું તો આ જ મગરને આઠ મહિના પહેલા રેસ્ક્યુ કર્યો હતો. બાદમાં વન વિભાગને સુપ્રત કર્યો હતો. ત્યારબાદ તેને સહી સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપ્રત કર્યો હતો.