- કોરોનામાં મૃત્યુ પામેલા 22 લોકોના અસ્થિઓનું વિસર્જન કરાયું
- હરિદ્વાર ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું
- કોરોનામાં મૃત્યુ થયુ હોવાથી પરિવારજનો અસ્થિ લેવા આવતા નથી
- સ્મશાનોમાં અસ્થિઓના ઠગલા થઈ રહ્યા હતા
વડોદરાઃ કોરોના મહામારી દરમિયાન કોરોનાના મૃતકોના અસ્થિઓ લેવા તેમના પરિવારજનો આવતા નથી. જેથી વડોદરામાં અસ્થિઓના ઢગલાઓ થઇ રહ્યા છે. આવા સમયે વડોદરા શહેરની ટીમ રિવોલ્યુશને કોરોનાના મૃતકોના અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન કરવાનું બીડુ ઝડપ્યું હતું. જેમાં ટીમ રિવોલ્યુશને કોરોનાથી મૃત્યુ પામેલા 22 લોકોના અસ્થિઓનું હરિદ્વારમાં ગંગા નદીમાં વિધિવત રીતે વિસર્જન કર્યું.
આ પણ વાંચોઃસુરતના એકતા ટ્રસ્ટ કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના અસ્થિઓનું ગંગામાં કરશે વિસર્જન
ગંગામૈયાના સાનિધ્યમાં તમામ ધાર્મિક પૂજા વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરાયું
વડોદરાની ટીમ રિવોલ્યુશનના માધ્યમથી સ્વેજલ વ્યાસ તમામ અસ્થિઓને લઇને હરિદ્વાર પહોંચ્યા અને ગંગામૈયાના સાનિધ્યમાં તમામ ધાર્મિક પૂજા વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. વડોદરાથી સ્વેજલ વ્યાસ અને ટીમ રિવોલ્યુશનના સભ્યોએ આવનારા સમયમાં પણ આવી રીતે અસ્થિ વિસર્જન કરવાની જવાબદારી લીધી છે