ગુજરાત

gujarat

ETV Bharat / state

હલદરવા ગામની સીમમાંથી એક મહિલા અને બાળકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી - વડોદરા સમાચાર

વડોદરાના કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાં ખેતરમાંથી એક મહિલા અને એક વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાએ બાળક સહિત ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનુ બહાર આવ્યું હતું.

વડોદરા
વડોદરા

By

Published : Jan 26, 2020, 8:29 PM IST

વડોદરાઃ કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી એક મહિલા તથા બાળકનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઝનોર ગામની એક પરિણીતા તા.૨૦ જાન્યુઆરીથી ઘરેથી લાપતા થઇ હતી. જેનું નામ હેતલબેન મુકેશભાઇ માછી હોવાનું જાણવા મળ્યું હતુ.

હલદરવા ગામની સીમના ખેતરમાંથી એક મહિલા અને બાળકનો મૃતદેહ મળી આવ્યો

મહિલા તથા તેના એક વર્ષના બાળકનો મૃતદેહ હલદરવા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા વલણ આઉટ પોસ્ટના જમાદાર શૈલૈશભાઇ તથા સ્ટાફના માણસોએ ઘટના સ્થળે પહોંચી હેતલબેન તથા બાળકના મૃતદેહોનો કબ્જો મેળવી પી એમ અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા ઝનોર ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હેતલબેને ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. પી એમ બાદ હેતલબેન તથા બાળકના મોતનું કારણ જાણવા મળશે. કરજણ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details