ગુજરાત

gujarat

ETV Bharat / state

શું આ સન્ની લીયોનીનો વીડિયો છે કે HDમાં હોય, સ્ટિંગ ઓપરેશન આવા જ હોય : જયરાજસિંહ પરમાર - સી. આર. પાટીલ

અમદાવાદ : કરજણમાં ભાજપ દ્વારા મતદાનને લઇને પૈસા આપવા અંગે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘જે વીડિયો સામે આવ્યો છે તેના પરથી એ સ્પષ્ટ થાય છે કે ભાજપ હાર ભાળી ગઈ છે.

જયરાજસિંહ પરમાર
જયરાજસિંહ પરમાર

By

Published : Nov 3, 2020, 3:36 PM IST

Updated : Nov 3, 2020, 4:40 PM IST

  • ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને ખબર છે કે, આપણને કંઇ થવાનું નથી
  • પહેલાં કોંગ્રેસના ધારાસભ્યો ખરીદ્યા, હવે મતદારો ખરીદી રહ્યા છે
  • બૂથની અંદર ખેસ પહેરીને જાય અને પત્રિકા વહેંચે

અમદાવાદ : પહેલાં કોંગ્રેસના ધારાસભ્યો ખરીદ્યા અને હવે મતદારોને ખરીદવા નીકળ્યાં છે. ભાજપ આવા હાથકંડા અપનાવી સફળ નહીં થાય. ભાજપ આવા ગોરખધંધા કરી ચૂંટણી જીતવા માગે છે. આ તો ઉપરથી ચાલી આવતી ગંગા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે રીતે સત્તાનો દુરુપયોગ કરે છે, એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને ખબર છે કે, આપણને કંઇ થવાનું નથી. ચૂંટણી પંચ અમારા ખિસ્સામાં જ છે, પોલીસ પણ અમારા ખિસ્સામાં છે એટલે તેઓ બેફામ થઇ ગયા છે. બૂથની અંદર ખેસ પહેરીને જાય અને પત્રિકા વહેંચે, આ ધરાર ચૂંટણી પંચનું અને દેશના બંધારણનું અપમાન છે. ભાજપ આ અંગે માફી માગે.

ભાઉ આ સન્ની લીયોનીનો વીડિયો નથી તે HD હોય, સ્ટિંગ ઓપરેશન આવા જ હોય : જયરાજસિંહ પરમાર

સી. આર. પાટીલના નિવેદન પર કટાક્ષ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે કર્યો કટાક્ષ

સોમા પટેલના વીડિયો અંગે પણ જયરાજસિંહ પરમારે સી. આર. પાટીલના નિવેદન પર કટાક્ષ કર્યો છે. જયરાજ સિંહ પરમારે જણાવ્યું કે, સી. આર. પાટીલ એવું કહે છે કે આમાં સોમા પટેલ સ્પષ્ટ દેખાતા નથી. શું આ સની લિયોનીનો વીડિયો છે કે, તેને HDમાં ઉતારવાનો હોય. સ્ટિંગ ઓપરેશન આવા જ હોય. ગમે ત્યારે ચાહે ત્યારે ભાજપ અને પોલીસ ગમે તેને પકડી લેશે. શું પૈસા પકડાય તે ચૂંટણીમાં વપરાવાના છે એવું કોને કીધું. શું કોંગ્રેસ કે ભાજપના કાર્યકર્તા ગાડીમાં પૈસા ન લઇ જઇ શકે.

તંત્રએ કોઈ પક્ષના વફાદાર ન રહેવું જોઈએ

જયરાજ સિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે બંધારણને વફાદાર રહેવું જોઈએ. તંત્રએ કોઈ પક્ષના વફાદાર ન રહેવું જોઈએ. ગામનો રોષ સરકારની સામે છે. સરકારે કોઈ કામ કર્યું નથી. લોકશાહીમાં મત આપવો જોઈએ. સરકારની સામે રોષ વ્યકત કરવા સરકારની સામે મતદાન કરવું જોઈએ. બહિષ્કાર કરવાથી આનો ઉકેલ નહીં આવે.

Last Updated : Nov 3, 2020, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details