ગુજરાત

gujarat

By

Published : Dec 10, 2020, 4:05 PM IST

Updated : Dec 10, 2020, 4:23 PM IST

ETV Bharat / state

બરોડા સેન્ટ્રલ બેન્કની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઇ

વડોદરા શહેરના હરણી રોડ પર આવેલ જિલ્લા ખરીદ-વેચાણ સંઘ ખાતે ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપ.બેન્કની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં વાઘોડિયા, કરજણ, શિનોર અને સંખેડા ઝોનની 4 બેઠક માટે 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી.

વડોદરા
વડોદરા

  • ધી બરોડા સેન્ટ્રલ બેન્કની 4 બેઠકોની ચૂંટણી યોજાઈ
  • કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પહોંચ્યા મતદાન મથકે
  • બોર્ડ ઓફ નોમીની ખાતેથી સ્ટે માંગવામાં આવ્યો


વડોદરા : શહેરના હરણી રોડ પર આવેલ જિલ્લા ખરીદ-વેચાણ સંઘ ખાતે ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપ.બેન્કની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં વાઘોડિયા, કરજણ, શિનોર અને સંખેડા ઝોનની 4 બેઠક માટે 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી.

બરોડા સેન્ટ્રલ બેન્કની 4 બેઠકોની ચૂંટણી માટે મતદાન
ભાજપની સામે ભાજપના ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી

જેમાં વાઘોડિયા, કરજણ, શિનોર અને સંખેડા ઝોનની 4 બેઠક માટે 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ,અગાઉ ચેરમેન અતુલ પટેલ સહિત 10 બેઠકો બિનહરીફ થઈ છે. ધી બરોડા સેન્ટ્રલ બેન્કની જુદા જુદા ચાર વિભાગની 14 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાં બેન્ક સાથે સંકળાયેલી શરાફી અને વિવિધ કાર્યકારી મંડળીઓના વિભાગ-અ ની ચૂંટણી રસાકસી ભરી બની છે. આ ચાર બેઠકોમાં કરજણ વિભાગના ઝોન-2 માટે ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયા સામે તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઇ ધારાસભ્ય બનેલા અક્ષય પટેલના નિકટના સબંધી યોગેશ પટેલે ઉમેદવારી કરી છે. આ બેઠક માટે કુલ 47 મતદારો છે. આ ઉપરાંત શિનોર તાલુકાના ઝોન-3માંથી , સંખેડા તાલુકાના ઝોન-6 અને વાઘોડિયા તાલુકાના ઝોન-11 માટે પણ તીવ્ર સ્પર્ધા જામી હતી. આ દરમ્યાન કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને ચેરમેન અતુલ પટેલ પણ મતદાન કરવા પહોંચ્યા હતા.

ધી બરોડા સેન્ટ્રલ કો ઓ બેન્કની ચૂંટણી યોજાઇ

સેન્ટ્રલ કો.ઓપ.બેન્કની ચૂંટણી માટે 26 ઉમેદવારી પત્રો ભરાયા

ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર, વડોદરા સેન્ટ્રલ કો.ઓપ.બેન્કની ચૂંટણીમાં અ વિભાગમાં -21, બ વિભાગમાં - 2, ક વિભાગમાં - 1 અને ડ વિભાગમાં-2 ફોર્મ મળી કુલ 26 ઉમેદવારી પત્રો ભરાયા હતાં. હવે 4 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી . જ્યારે આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કની ચૂંટણીમાં 3 મતના સ્ટે મામલે ચૂંટણી અધિકારીએ નિવેદન આપ્યું હતું. બોર્ડ ઓફ નોમીની દ્વારા સ્ટે - ચુંટણી અધિકારી સતીશ પટેલ , જયદિપસિંહ ચૌહાણ અને કમલેશ નિશાળીયાના મત પર સ્ટે મુકવામાં આવ્યો હોવાનું જણાવી તેની પર 10 વાગ્યે સુનાવણી યોજાશે તેની માહિતી પૂરી પાડી હતી. જે માટે આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અને અધિકારીઓને મોકલ્યા હતા. પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય જાણવા મળ્યો ન હતો. જયારે આ અંગે થોડા સમયમાં સ્પષ્ટતા થશે અને કોર્ટના હુકમનું પાલન થશે તેવું જણાવ્યું હતું.

4 બેઠક માટે 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ

આમ વાઘોડિયા, કરજણ, શિનોર અને સંખેડા ઝોનની 4 બેઠક માટે 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં મુકેશભાઈ બિરલા, જગદીશભાઈ પટેલ , કનુભાઈ પટેલ, સતિષભાઈ પટેલ , શૈલેસભાઈ પટેલ, યોગેશ પટેલ, દિલીપ પટેલ, ધર્મેશ પટેલ અને યોગેન્દ્રસિંહ વરણામીયાએ ઉમેદવારી નોંધાવી હતી. કરજણ ઝોન માટે 47 મતદારો, શિનોર ઝોન માટે 43 મતદારો, સંખેડા ઝોન માટે 33 ઉમેદવારો તેમજ વાઘોડિયા ઝોન માટે 46 મતદારો નોંધાયા હતા.

Last Updated : Dec 10, 2020, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details