વડોદરા : પ્રજાસત્તાક દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. જે પ્રતિ વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. દેશના બંધારણની રચના એ જ દિવસે 1950માં ભારત સરકાર અધિનિયમ (1935) દૂર કરીને લાગુ કરવામાં આવી હતી.
વડોદરાના સયાજીબાગ ખાતે 71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ - 71st Republic Day in vadodara
વડોદરા શહેરના સયાજીબાગ ખાતે આયોજિત 48માં બાળ મેળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલની અધ્યક્ષતામાં 71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
વડોદરા
ત્યારે શહેરના સયાજી બાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ દ્વારા 71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.