ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી

વડોદરા શહેરમાં આજથી વિવિધ કાર્યક્રમો થકી 32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ લીલી ઝંડી આપી બાઈક રેલીને પ્રસ્થાન કરાવી હતી.

વડોદરામાં 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી
વડોદરામાં 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી

By

Published : Jan 19, 2021, 4:26 PM IST

  • વડોદરામાં 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ
  • પોલીસના ઉચ્ચ અધિકારીઓ લીલીઝંડી આપી બાઈક રેલીને પ્રસ્થાન કરાવી
  • 1 માસ સુધી વિવિધ જન જાગૃતિના કાર્યક્રમો યોજાશે

વડોદરાઃ શહેરમાં આજથી વિવિધ કાર્યક્રમો કરી 32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ લીલી ઝંડી આપી બાઈક રેલીને પ્રસ્થાન કરાવી હતી.

માર્ગ સલામતી માસની ઉજવણીનું આયોજન

રાજ્યભરમાં પોલીસ વિભાગ દ્વારા 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ ક્વોટર્સ ખાતે 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી. લોકો માર્ગ સલામતી માટે જાગૃત થાય તે માટે માર્ગ સલામતી માસની રાજ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવી રહી છે.

વડોદરામાં 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી

મેડિકલ કેમ્પ, પીયૂસી કેમ્પ, ટ્રક ડ્રાઈવરોની આંખોની તપાસ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે

જે અંતર્ગત વડોદરામાં પણ પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી માટે જન જગૃતિ હેતુસર વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર માસ દરમિયાન જુદા-જુદા સ્થળો પર ટ્રાફિક નિયમનની લોકોને સમજ અપાશે, ટ્રક ડ્રાઈવરોની આંખોની તપાસ, મેડિકલ કેમ્પ, ખાસ કરીને જાહેર જનતાને સેફટીના નિયમો વિશે માહિતગાર કરવામાં આવશે તેમજ લોકોને હાલ ચાલી રહેલી કોરોનાં મહામારી અંતરંગ માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ સાથે વિનામૂલ્યે PUC કેમ્પ કરવામાં આવશે. 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પ્રતપનાગર પોલીસ હેડકવોટર્સ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details