શહેરીજનો ગરમી સામે રક્ષણ મેળવવા માટે ઘરમાં સાંજ સુધી પૂરાઈ રહેવા મજબૂર બની રહ્યા છે.વડોદરા શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીની ઉપર જ રહ્યો હતો.ઉનાળાની ગરમી અને અગ્નવર્ષાથી ગરમીમાં પારો વધી રહ્યો છે.તાપમાનનો પારો નીચે નહી ઉતરી રહ્યો હોવાથી લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે.
વડોદરામાં બીજા દિવસે પણ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર - Gujarati News
વડોદરાઃ શહેરમાં આજે પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મવ્યો હતો. સવારથી જ લોકો પોત પોતાના કામ પતાવી બપોર સુધી પોતાના ઘરમાં પહોંચી જાય છે. વડોદરા શહેરમાં યથાવત હીટવેવના પગલે દિવસ દરમિયાન શહેરીજનો કામ વિના બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.
સ્પોટ ફોટો
આકાશમાંથી વર્ષતી અગનજવાળાઓથી બચવા બપોરના સમયે મોટાભાગના લોકો પંખા, એસી, કૂલરના સહારે જ પસાર કરી રહ્યા છે.ગરમીથી છુટકારો મેળવવા રાતના સમયે રસ્તા પર લટાર મારનારાઓની સંખ્યા પણ વધી ગઈ છે. સમગ્ર દિવસ દરમિયાન લોકો ગરમી અને લુ થી બચવા માટે ઠંડા પીણાનો પીને અસહ્ય ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે.