ગુજરાત

gujarat

ETV Bharat / state

ડભોઈમાં જિલ્લા પ્રાથમિક સંઘના ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ - શિક્ષકોએ રક્તદાન કર્યું

ડભોઈમાં વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પ્રાથમિક સંઘના ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં શિક્ષકોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં કુલ 130 યૂનિટથી વધારે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

ડભોઈમાં શિક્ષકોએ 130 યુનિટ રક્તદાન કર્યું
ડભોઈમાં શિક્ષકોએ 130 યુનિટ રક્તદાન કર્યું

By

Published : Oct 10, 2020, 8:29 PM IST

ડભોઈઃ સત્તરગામ પટેલ વાડી શિનોર ચાર રસ્તા નજીક વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે એસએસજી હૉસ્પિટલના સહયોગથી તાલુકા કક્ષાની રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ, ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ડભોઈ અને શિનોર તાલુકાના શિક્ષકોએ 130 યૂનિટ ઉપરાંત રક્તદાન કર્યું હતું.

ડભોઈમાં શિક્ષકોએ 130 યુનિટ રક્તદાન કર્યું
આ પ્રસંગે ડીપીઈઓ અર્ચના ચૌધરી, ગુજરાત પ્રદેશમંત્રી રાજેશ પટેલે પણ હાજરી આપી હતી. આ ઉપરાંત વડોદારા જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી જૈમિન પટેલ, તાલુકા શિક્ષક સમિતિના પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઉપપ્રમુખ અમિત પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શિક્ષકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરતાં રક્તદાતાઓને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડભોઈમાં શિક્ષકોએ 130 યુનિટ રક્તદાન કર્યું

શિક્ષકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી અન્ય લોકોને પણ રક્તદાન કરવા પ્રેરણા આપી હતી. અહીં હાજર તમામ લોકોએ શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી.

ABOUT THE AUTHOR

...view details