વડોદરા: શહેરમાં યુવતીના ધર્મ પરિવર્તનની સાથે દુષ્કર્મ આચરી છેતરપિંડીનો શર્મસાર કિસ્સો સામે આવ્યો છે. શહેરની એક યુવતીએ વડોદરા તાલુકા મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે "હાલમાં મારું કોઈ ઘર નથી અને હું રોડ પર આવી ગઈ છું."
ફરિયાદી યુવતીને પોતાના સાથી કર્મચારી અભિષેક સાથે પ્રેમ થયો હતો. જેથી યુવતીએ પોતાનું દાંપત્યજીવન તરછોડી અભિષેક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ બન્ને ગોવા ફરવા ગયા હતા, જ્યાં શારીરિક સંબંધ બાબતે અભિષેકે યુવતીને જણાવ્યું હતું કે આપણે લગ્ન બાદ જ શારીરિક સંબંધ રાખીશું.
આરોપી અભિષેકે લગ્નની લાલચ આપી યુવતીનું નામ પણ બદલી નાખ્યું હતું. ત્યારબાદ અભિષેકે પોતાના પરિવાર સાથે યુવતીની મુલાકાત કરાવી હતી અને પછી યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ બન્ને વચ્ચે ઝઘડો થતાં આરોપીએ યુવતીને સામાનની સાથે ઘરની બહાર ફેંકી દીધી હતી અને ફરિયાદ કરવા પર અનિરુદ્ધ ડોડીયા જાનથી મારી નાખશેની ઘમકી આપી હતી, પરંતુ યુવતીએ હિંમત રાખીને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદના આધારે તપાસ કરવાના બદલે યુવતીની હેરાનગતી શરૂ કરી હતી. જેથી ફરિયાદી યુવતીએ સોમવારે જિલ્લા પોલીસ વડાને આ અંગે રજૂઆત કરી હતી અને પોતાને ન્યાય અપાવવાની માગ કરી હતી.
દુષ્કર્મની અન્ય ઘટના
અમદાવાદ: લાલચ આપી નરાધમે 6 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ
અમદાવાદના એક વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. એક અજાણ્યો યુવક 6 વર્ષ અને 7 વર્ષની 2 બાળકીઓને લઈ ગયો હતો. જેમાં એક બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે બીજી બાળકી સાથે અડપલા કર્યા હતા.
05 જાન્યાઆરી 2020
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા મહિલા સાથે મિત્રતા કરી, નિકટતા કેળવી દુષ્કર્મ આચર્યુ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
12 જાન્યુઆરી 2020
અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરા ગામે યુવતી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જેને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. મોડાસાના સાયરા ગામે યુવતીનો મૃતદેહ શંકાસ્પદ રીતે ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. જે બાદ આ યુવતીનું દુષ્કર્મ અને હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.
12 જાન્યુઆરી 2020
રાજકોટ: લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું
રાજકોટમાં યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેમજ તેનો વીડિયો યુવકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. જે મામલે રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે મયુર ઘાવરી નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
23 જાન્યુઆરી 2020
મિત્રએ જ મિત્રની પત્ની સાથે આચર્યું દુષ્કર્મ
ભાવનગરના વડવામાં રહેતા શખ્સે તેના મિત્રોને પાર્ટી માટે બોલાવ્યા હતા. એક મિત્રને નાસ્તો લેવા મોકલીને તેની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદના આધારે પોલીસે બંને મિત્રોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
28 જાન્યુઆરી 2020
મહેસાણામાં પિતાએ આચર્યું પુત્રી પર દુષ્કર્મ, માસા પણ દુષ્કર્મમાં સામેલ
મહેસાણામાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતી ઘટના પ્રકાશમાં આવી છે. પિતાએ તેની સગી દીકરી ઉપર 4 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાનું સામે આવ્યું છે. કિશોરીએ ઘરમાં પિતા સામે વિરોધ કરતા તેના માસી તેને અભ્યાસ અર્થે પોતાના ઘરે ગયા હતા. પિતાની હેવાનીયતથી બચેલી સગીરા માસીના ઘરે તેના માસાની હવસનો શિકાર બની હતી. જેની ફરિયાદના આધારે મહેસાણા A ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
30 જાન્યુઆરી 2020
પંચમહાલના વેજલપુરમાં દુષ્કર્મની ફરિયાદ, આરોપીની ધરપકડ
પંચમહાલના વેજલપુર પોલીસ મથકની હદમાં આવેલા ગામમાં એક સગીરાને ભોળવી 2 સંતાનના પિતાએ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જોકે સગીરા ગર્ભવતી બનતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. જેની જાણ સગીરાના પરિવારને થતાં તેમણે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી.
02 ફેબ્રુઆરી 2020
બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારી, આરોપી પોલીસ પકડમાં
દાહોદના ગરબાડામાં કૌટુંબિક મામાએ 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી બાદમાં ગળુ દબાવી બાળકીને મોતને ઘાટ ઉતારી હતી. ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અને આરોપીએ ગુનાની કબૂલાત કર્યા બાદ પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો છે.
09 ફેબ્રુઆરી 2020
અમદાવાદમાં મામાએ ભાણેજ પર દુષ્કર્મ આચર્યું
શહેરના રાણીપ વિસ્તારમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી. સગીરાના કુટુંબી મામાએ જ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના લીધે સગીરા ગર્ભવતી થઈ અને સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
10 ફેબ્રુઆરી 2020
વાપીના પાલિકા વિસ્તારમાં 7 ફેબ્રુઆરીના રોજ એક ચાલમાં બાળકીનો પંખે દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલતા વાપી ટાઉન પોલીસને આ હત્યા હોવાનું જણાયું હતું. જે બાદ પોસ્ટમોર્ટમમાં બાળકી સાથે દુષ્કર્મ થયા હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે સ્થાનિકોની પૂછપરછ કરી હત્યારાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
12 ફેબ્રુઆરી 2020
ઓદ્યોગિક નગરી મોરબી હવે ક્રાઈમ નગરી બની રહી છે. તાજેતરમાં જ મોરબી નજીકના ગામમાં માનસિક દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી હતી. ફરિયાદ બાદ હરકતમાં આવેલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
19 ફેબ્રુઆરી 2020
વાપીમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ
વાપી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં પિતા સાથે રહેતી એક સગીરા પર તેમના ઘર નજીક રહેતા એક ઇસમે દુષ્કૃત્ય આચર્યું હતું. જે અંગેની ફરિયાદ વાપીના ડુંગરા પોલીસમાં નોંધાઇ છે. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
21 ફેબ્રુઆરી 2020
વડોદરામાં લગ્નની લાલચ આપી યુવતી પર આચર્યું દુષ્કર્મ
વડોદરામાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે. દુષ્કર્મ બાદ શખ્શે પીડિતાને ધમકી પણ આપી હતી. યુવતીએ ઘટના અંગે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો સહિતની કલમ સાથે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
27 ફેબ્રુઆરી 2020
રાજકોટ: યુવતી સાથે સામુહિક દુષ્કર્મ
રાજકોટ જિલ્લાના રાજકિય વગ ધરાવતા નેતાના પુત્ર અને તેના 2 મિત્રો સાથે મળીને ગામની એક યુવતીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ નરાધમોએ યુવતી સાથે કારમાં સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ આરોપી અમિત પડાળીયા અને તેના 2 સાગરીત શાંતિ પડાળીયા અને વિપુલ ભાયલા સેખડા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીનું મેડિકલ કરાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
28 ફેબ્રુઆરી 2020
ડીસામાં હોમગાર્ડ જવાને આચર્યું દુષ્કર્મ, 3 આરોપીની ધરપકડ
ડીસામાં વર્દીને કલંકિત કરતી ઘટના સામે આવી છે. ડીસા બસ સ્ટેન્ડમાં અમદાવાદથી આવેલી એક મહિલા સાથે ચાની કેન્ટીન ચલાવતા શખ્સ ઉપરાંત હોમગાર્ડના એક જવાને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે ત્રણ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
01 માર્ચ 2020
અમદાવાદમાં સગીરા સાથે વિદ્યાર્થીએ દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ કર્યો
શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી સગીરાને તેના વિદ્યાર્થી મિત્ર સાથે પ્રેમ થયો હતો. જે બાદ બંનેએ શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેનો વીડિયો તેના પ્રેમી વિદ્યાર્થીએ ઉતારી લીધો હતો. જે બાદ સગીરાનો આ વીડિયો તેના મિત્રોને પણ મોકલ્યો હતો. આ વીડિઓ વાયરલ થયાની જાણ સગીરાના પિતાને થતા સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
03 માર્ચ 2020
સુરતમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનારા આરોપીની પોલીસે કરી ધરપકડ
સુરતના એક વિસ્તારમાં કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે કિશોરીના પિતા પર હુમલો કરનાર 6 લોકોને પણ પોલીસે ઝડપી પાડ્યા હતાં.
08 માર્ચ 2020
રાધનપુરના સરદરપુરા ગામમા તાંત્રિક વિધિના બહાને આચર્યું દુષ્કર્મ
પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલા સરદારપુરા ગામમાં એક સગીરા સાથે તંત્રિકે વિધિ કરવાના બહાને દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. પોલીસે ફરિયાદના આધારે તાંત્રિક અને તેના સાગરીતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
11 માર્ચ 2020
સુરતમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ
વિશ્વ મહિલા દિવસની ઉજવણી સમયે સુરતના એક વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. રૂપિયાની લાલચ આપી માસૂમ સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપનારા નરાધમ દુકાનદાર અફરોઝ ખાનને પોલીસે ઝડપી પાડ્યો છે.
11 માર્ચ 2020
9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો
અરવલ્લીના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી હતી. દુષ્કર્મનો ભોગ બનેલી 9 વર્ષની બાળકીની માતાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો.
12 માર્ચ 2020
સુરતમાં પરિણીત યુવકે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
શહેરના ચોકબજાર વિસ્તારમાં રહેતી સગીરાને જયદીપસિંહ ઉર્ફે ભેમો રતનસિંહ રાજપુત લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદમાં તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. બનાવ સંદર્ભે સગીરાના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ચોકબજાર પોલીસે આરોપી જયદીપસિંહ ઉર્ફે ભેમો રતનસિંહ રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
12 માર્ચ 2020
68 વર્ષના મૌલવીએ 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું
ભરૂચના આમોદ ખાતે આવેલા મદરેસાના 68 વર્ષના મૌલવી અબ્દુલ્લા બોરા દ્વારા મદરેસામાં અભ્યાસ કરતી 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ધર્મના નામે બાળકીનું શોષણ કરનારા મૌલવી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
13 માર્ચ 2020
માનવતા શર્મસાર થઈ: પિતાએ 16 વર્ષની પુત્રી સાથે આચર્યું દુષ્કર્મ
રાજકોટ શહેરમાં પિતા-પુત્રીના સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. શહેરના મહિલા પોલીસ મથકમાં પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસને ફરિયાદના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે, ગત 2 વર્ષથી પિતા તેની સાવકી પુત્રી સાથે દુષ્કર્મ આચરતો હતો. જેથી પુત્રીને 4 માસનો ગર્ભ રહી ગયો છે. પોલીસે નરાધમ પિતાને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી છે.
13 માર્ચ 2020
અમદાવાદ: કામ કરાવવાના બહાને લઈ જઈ મહિલા સાથે દુષ્કર્મ આચરી લૂંટ કરી
શહેરમાં દુષ્કર્મનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભોગ બનનારી મહિલાને આરોપી કામ અપાવવાના બહાને લઇ ગયો હતો. જે બાદ મહિલા સફાઈનું કામ કરી રહી હતી ત્યારે આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું અને બાદમાં મહિલાએ પહેરેલાં ઘરેણાંની લૂંટ કરી ફરાર થઇ ગયો હતો. પોલીસ આરોપી શખ્શની ધરપકડ કરી છે.
15 માર્ચ 2020
પોલીસ કોન્સ્ટેબલે યુવક-યુવતી પાસેથી રૂપિયા 5 હજાર પડાવી યુવતિ સાથે દુષ્કર્મ આચર્યું
સેવાસી-અંકોડિયા કેનાલ પાસે રાત્રે બેઠેલા યુવક-યુવતી પાસેથી પોલીસ કોન્સ્ટેબલ અને તેના બે સાગરિતોએ રૂ. 5 હજાર પડાવી લીધા બાદ યુવતી સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટનાથી ચકચાર મચી છે. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે સ્થાનિક કોર્પોરેટરો પણ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.
22 માર્ચ 2020
જામનગરમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ