ગુજરાત

gujarat

ETV Bharat / state

માંડ માંડ બચ્યા તલાટી, તંત્રને રજૂઆત છતાં આંખ આડા કાન - Kuber Bhawan in dilapidated condition

વડોદરામાં તલાટીની (Talati office in Vadodara)ઓફીસમાં છતનો પોપડો તૂટી પડતા તલાટીનો આબાદ બચાવ થયો હતો. ઓફિસની જર્જરિત હાલત બનતા તંત્રને રજૂઆત છતાં આજદિન સુધી યોગ્ય કાર્યવાહી નહીં થતા કર્મચારીઓમાં નારાજગી ફેલાઈ છે.

Talati office in Vadodara: વડોદરામાં તલાટીની કચેરીમાં પોપડા ખર્યા, તંત્ર રજૂઆત છતાં આંખ આડા કાન
Talati office in Vadodara: વડોદરામાં તલાટીની કચેરીમાં પોપડા ખર્યા, તંત્ર રજૂઆત છતાં આંખ આડા કાન

By

Published : May 2, 2022, 5:30 PM IST

વડોદરા: શહેરના કોઠી ચારરસ્તા નજીક આવેલા કુબેરભવન કે જ્યાં દરરોજના હજારો(Talati office in Vadodara) લોકો પોતાની વિવિધ કામગીરી માટે આવતા હોય છે. આ આઠ માળની બિલ્ડિંગમાં વિવિધ ઓફિસો ખાતે લોકોની અવરજવર કામકાજ માટે દરરોજ રહેતી હોય છે. ત્યારે ચાલુ કામકાજના દિવસે કુબેરભવન ખાતે આવેલા પ્રથમ માળે 103 નં.ની કસબા તલાટીની(Vadodara Town Talati Office )ઓફિસમાં અચાનક છતનોપોપડો તૂટી પડ્યો હતો. સદનસીબે તલાટીનો આબાદ બચાવ થયો હતો.

તલાટી કચેરી

આ પણ વાંચોઃભુજની જર્જરિત ઈમારતોના મુદ્દે તંત્રની ગંભીર બેદરકારી

તલાટીની ઓફિસમાં પ્લાસ્ટરનો પોપડો પડ્યો -વડોદરા કસ્બાના તલાટી મહેન્દ્ર સુરતીએ જણાવ્યું હતું કે સવારે ઓફિસ ખોલી અને પછી સાફસફાઈ કરવાનો સમયગાળો હતો. એ દરમિયાન મારે પોતે આવવાનું થયું. હું ઓફિસમાં બેસવા જ જતો હતો તેવામાં ઉપરથી છતના પ્લાસ્ટરનો આખો પોપડો જ ઉખડીને પડી ગયો. જોકે કોઈને કઈ નુકસાન પહોંચ્યું નથી. આગળ અમે હાયર ઓથોરિટીને લેખિતમાં જાણ કરી છે. આ એક ગંભીર બાબત તો ખરી અહીં કચેરીમા જે પાટેશન દેખાઈ રહ્યું છે તે પણ પડું પડું થઈ રહ્યું હતું. તેને પણ ટેકા મૂકીને જ ઉભું રાખેલું છે જેમાં ઉધઈ પણ લાગી ગઈ છે.

આ પણ વાંચોઃનવસારીમાં 200થી વધુ ઈમારતો જર્જરિત, ચોમાસામાં નોટિસો પાઠવી સંતોષ માની રહી છે પાલિકા

જર્જરિત સરકારી ઈમારતો પ્રત્યે સેવાતી દુર્લક્ષતા -આ બાબતે પીડબ્લ્યુડી સુધી રજૂઆત કરી છે. પણ હજી સુધી કોઈ આવ્યું નથી તેમ તલાટી મહેન્દ્ર સુરતીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર તથા તંત્ર દ્વારા આવી ઈમારતોની જાળવણી અને નિભાવણી પ્રત્યે નિષ્કાળજી સામે આવી છે. જર્જરિત સરકારી ઈમારતો પ્રત્યે સેવાતી દુર્લક્ષતા કોઇના પણ માટે જોખમી બની શકે છે. તેના માટે જવાબદાર કોણ ? તેવા સવાલો પણ ઉઠ્યા છે.

ABOUT THE AUTHOR

...view details