આઠ વર્ગખંડના ઉમેદવારોની અંગૂઠાની છાપ લેવાઇ નથી ગાંધીનગર : 8 મે ના રોજ ગુજરાત પંચાયતી સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઠ લાખ ચોસઠ હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને અલગ અલગ જિલ્લાઓની ફાળવણી કરાઈ હતી. ત્યારે બરોડાની એમએસ યુનિવર્સિટીના પોલિટેકનિક સેન્ટરમાં પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓના થમ્બ ઇમ્પ્રેશન લેવાનું જ રહી ગયું હોવાની ઘટના સામે આવી છે.
શું બની હતી ઘટના : MS યુનિવર્સિટીમાં એમએસ યુનિવર્સિટીના પોલીટેકનિક સેન્ટરમાં ઉમેદવારોની થમ્બ ઇમ્પ્રેશન લેવાનું ભૂલાવાના મામલે ગુજરાત ગૌણ પંચાયત પસંદગી સેવા મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આઠ તારીખે યોજાયેલ પરીક્ષામાં તમામ કેન્દ્રમાં શાંતિપૂર્વક પરીક્ષા યોજાઇ છે. પરંતુ બરોડાની એમએસ યુનિવર્સિટીના પોલિટેકનિક સેન્ટરમાં એક એવી ઘટના બની છે જેમાં 15 જેટલા વર્ગખંડમાં ઓએમઆર શીટમાં અંગૂઠાની છાપ લેવાઇ ન હતી.
- Vadodara Crime: MS યુનિવર્સિટીમાં નોકરીની લાલચ આપી ઉમેદવારો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી
- Talati Exam 2023 : પરીક્ષા કેન્દ્રોના મુખ્ય દરવાજે સીસીટીવીની નજર, ગેરરીતિઓ અટકાવવા તંત્રની દોડધામ
- Talati Exam 2023 : તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો અપાયો આખરી ઓપ
લેખિતમાં જાણ કરવામાં આવી : તલાટી પરીક્ષામાં પોલીટેકનિક સેન્ટરમાં ઉમેદવારોની થમ્બ ઇમ્પ્રેશન લેવાનું ભૂલાવાના મામલે પરીક્ષા પૂર્ણ થયા બાદ ધ્યાનમાં આવતા સાત વર્ગખંડના ઉમેદવારોની અંગૂઠાની છાપ લેવાઈ હતી અને આઠ વર્ગખંડના ઉમેદવારોની અંગૂઠાની છાપ લેવાઇ નથી. જેની લેખિતમાં બરાબર કમિટી દ્વારા મંડળને જાણ કરવામાં આવી છે અને લેખિતમાં રિપોર્ટ પણ પ્રાપ્ત થયો છે.
બોર્ડના પ્રતિનિધિએ પરીક્ષા શરૂ થઈ તે દરમિયાન જ બોર્ડ પ્રતિનિધિએ ફિંગરપ્રિન્ટ લેવાની ના પાડી હતી. જ્યારે સંચાલક ફિંગર પ્રિન્ટ લેવા બાબતે મક્કમ હતાં. અંતિમ સમયે ફિંગર પ્રિન્ટ લેવાનું નક્કી કર્યું પરંતુ સાત જેટલા વર્ગખંડના ઉમેદવારો પાસેથી જ ફિંગર પ્રિન્ટ લેવામાં આવી છે. આ ખૂબ મોટી ક્ષતિ અને અતિ ગંભીર બાબત છે. હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તે બોર્ડ પ્રતિનિધિ વિરુદ્ધ ખાતાકીય રાહે તપાસ શરૂ કરવામાં આવી છે...હસમુખ પટેલ (ચેરમેન,ગુજરાત ગૌણ પંચાયત પસંદગી સેવા મંડળના કાર્યકારી અધ્યક્ષ)
જો પરીક્ષાર્થી ઉમેદવારો પાસ થશે તો : ગુજરાત સરકારની ભૂતકાળમાં અનેક જાહેર પરીક્ષાઓને ધ્યાનમાં લઈએ તો ભાવનગરમાં ડમીકાંડ ઝડપાયો છે . ડમીકાંડમાં 42 જેટલા ડમી આરોપીઓએે પરીક્ષા આપી હતી તેમને પોલીસે દબોચી લીધા છે. ત્યારે તલાટીની પરીક્ષામાં પણ આવો કોઈ ચર્ચા ન થાય તેને ધ્યાનમાં લઈને હસમુખ પટેલે જણાવ્યું હતું કે જો આ કેન્દ્રના પરીક્ષાથી ઉમેદવારો પરીક્ષામાં પાસ થશે તો તેના માટે ચકાસણીની પણ ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
એફએસએલ તપાસ થશે : એમએસ યુનિવર્સિટીના પોલીટેકનિક સેન્ટરના એન્ટરન્સના તમામ સીસીટીવી સાથે જ પરીક્ષાના નિયમ પ્રમાણે ઓએમઆર શીટ ઉપર ઉમેદવારની સહી ફિંગર પ્રિન્ટ અને પરીક્ષાનું નામ લખેલ હોય છે. ત્યારે ઉમેદવારોને ફક્ત અંગૂઠો જ બાકી છે આવા કિસ્સામાં જે ઉમેદવારે અંગૂઠો આપ્યો નથી પરંતુ તે પાસ થશે તો એફએસએલનું પરીક્ષણ કરાવ્યા બાદ જ જે તે ઉમેદવારને સરકારી નોકરી પ્રાપ્ત થઈ શકશે. જ્યારે તમામ ઉમેદવારોએ પોતાની સહી, પરીક્ષાની વિગતો OMR શીટમાં આપી જ છે જેથી ડમી કાંડનો પ્રશ્ન ઉભો થતો નથી.