વડોદરાઃ જિલ્લામાં સફાઈ સેવકોમાં વધતા સંક્રમણને રોકવા યોગ્ય કાર્યવાહી ન થતી હોવાની ફરિયાદ સાથે SC/ST કર્મચારી સંઘ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરાઈ હતી. કરોના મહામારીમાં સતત વધારો થતો જઇ રહ્યો છે, ત્યારે વડોદરામાં કામ કરી રહેલા સફાઈ સેવકોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જે ઘણી ગંભીર બાબત છે અને સફાઈ સેવકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે.
વડોદરાઃ સફાઈ સેવકોમાં કોરોના વકર્યો, યોગ્ય કાર્યવાહી કરાવા રજૂઆત
વડોદરામાં સફાઇ કામદારોમાં વધતા સંક્રમણને રોકવા માટે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતા SC/ST કર્મચારી સંઘ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરાઈ હતી.
વડોદરામાં સફાઈ સેવકોમાં વધતા કોરોના સંક્રમણને રોકવા યોગ્ય કાર્યવાહી કરાવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત
સફાઈ સેવકોની સેફ્ટીના સાધનો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારે જાહેર કરેલી સહાય અને સેફટીની અનેક બાબતોને ધ્યાનમાં રાખી અગાઉ પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના અનુસંધાને SC/ST કર્મચારી સંઘ દ્વારા મહાનગર પાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી હતી.
જો આગામી ત્રણ દિવસમાં યોગ્ય નિકાલ નહીં આવે તો હડતાલ કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી.