વડોદરા જિલ્લા, સાવલીના ટૂંડાવ ગામે પ્રતિવર્ષની જેમ પરંપરાગત ગત રીતે કોમી એખલાસના વાતાવરણમાં ઐતિહાસિક સૈયદ કાદરી મુર્તુઝાઅલી દાદાનો ત્રિદિવસીય ઉર્સ મનાવાયો હતો. જેમાં ગુજરાત ભરમાંથી હજારો ભાવિકભક્તોએ દરગાહ પર હાજરી આપી અર્પણ કર્યા હતા.
ટૂંડાવ ગામે સૈયદ કાદરી મુર્તુઝા અલી દાદાનો ત્રિદિવસીય ઉર્સ મેળો યોજાયો - Urs in Tundav village of Savli
વડોદરાઃ સાવલીના ટૂંડાવ ગામે કોમી એકતાના પ્રતીક સમાન સૈયદ કાદરી મુર્તુઝા અલી દાદાનો ત્રિદિવસીય ઉર્સ મેળો યોજાયો. પ્રથમ દિવસે સંદલ, બીજા દિવસે ઉર્સ નિમિત્તે કવાલી ત્રિજા દિવસે લોક ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં સાવલી પંથક સહિત ગુજરાતભરના હજ્જારો શ્રદ્ધાળુઓએ મેળાની મજા માણી હતી.
પ્રથમ દિવસે સંદલ, બીજા દિવસે ઉર્સના મોકા પર સુપ્રસિદ્ધ ગાયક હાજી છોટેમઝીદ શોલા અને લેડીઝસિંગર ફિરદૌસ આઝમીની કવાલીનો શાનદાર મુકાબલો યોજાયો. જ્યારે ત્રીજા દિવસે કોમીએખલાસ શુભસંદેશ સાથે જયેશબારોટ અને ધર્મેશ બારોટ ગ્રુપ સાથે ગુજરાતી સીનેજગતના કલાકાર વિક્રમ ઠાકોરના લોકડાયરાનું આયોજન કરાયું હતું.
આ ત્રિદિવસના ઉર્ષ મેળામાં વિવિધ ખાણીપીણી અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુની અસંખ્ય દુકાનો સહિત બાળકો માટે વિવિધ રાઈડ્સ ચકડોળએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. જેનો આજુ-બાજુના ગામ લોકોએ પણ મેળાની મજા માણી હતી.