ગુજરાત

gujarat

ETV Bharat / state

પાદરાની ખાનગી કંપનીના કર્મચારીના અપમૃત્યુ મામલો, આ માંગ સાથે પરિવારના ધરણા

પાદરાની ખાનગી કંપનીના કર્મચારીના અપમૃત્યુ મામલે પરિવાર દ્વારા વળતર મુદ્દે ધરણા કરી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર (Family Demands for compensation ) કરવામાં આવ્યો હતો. પાદરાની RISHI FIBS સોલ્યુશન કંપનીમાં પ્રતીક પરમાર નામના કર્મચારીનું મોત અપમૃત્યુ (Suspicious death in RISHI FIBS in Vadodara )હોવા મુદ્દે પરિવાર આંદોલન કરી રહ્યો છે.

By

Published : Dec 30, 2022, 3:19 PM IST

પાદરાની ખાનગી કંપનીના કર્મચારીના અપમૃત્યુ મામલો, આ માંગ સાથે પરિવારના ધરણા
પાદરાની ખાનગી કંપનીના કર્મચારીના અપમૃત્યુ મામલો, આ માંગ સાથે પરિવારના ધરણા

પરિવાર દ્વારા વળતર મુદ્દે ધરણા કરી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

વડોદરા વડોદરાના પાદરાની Rishi FIBC Solutions કંપનીમાં 30 વર્ષીય યુવાન પ્રતીક પરમારનું અપમૃત્યુ (Suspicious death in RISHI FIBS in Vadodara )થયુ હતું. ત્યારબાદ તેમના પરિવારને આંદોલન કરવાની ફરજ પડી છે. વડોદરાની સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમની બહાર પરિવારજનો આંદોલન કરી રહ્યા છે. તેઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે કે જ્યાં સુધી અપમૃત્યુ મામલે કોઇ સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી પરિવાર ધરણા (Family Demands for compensation ) પર બેઠેલાં રહેશે.

આ પણ વાંચો છોકરીઓ સામે ઈશાર કરનારા સામે પોલીસે આંખ લાલ કરી, છેડતી કેસમાં 3 ઝડપાયા

સુપરવાઈઝરના મોત મામલે પરિવારનો હંગામો મહત્વનું છે કે પાદરામાં આવેલી Rishi FIBC Solutions PVT. Ltd.કંપનીમાં પ્રતીક પરમાર નામના યુવક સુપરવાઇઝર તરીકે કામ કરતા હતાં. ગઇકાલે અચાનક કંપનીમાં થયેલા અકસ્માતથી તેમનું મૃત્યુ નિપજ્યુ છે. આ મામલાથી પરિવાર અજાણ હતો. પરિવારને જાણ કરવામાં આવી હતી કે તેમને શહેરની અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવાર પહોંચે તે પહેલા પ્રતીક પરમારનું પ્રાણ પંખીડું ઉડી (Suspicious death in RISHI FIBS in Vadodara )ગયુ હતું અને પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો. પ્રતીકભાઇના પરિવારમાં પત્ની અને બે બાળકો છે તેનું કોણ તેવા સવાલ સાથે પરિવારજનો ધરણા પર બેઠા છે. અપમૃત્યુ મામલે પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન (Family Demands for compensation ) યથાવત રહેશે તેમ પરિવારે જણાવ્યું હતુ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પ્રતીકના મૃતદેહનો સ્વીકાર નહીં કરે.

આ પણ વાંચો રાક્ષસને શરમાવે તેવું, ગૌશાળાની રખવાળી કરનારે જ વાછરડીની કરી હત્યા, દ્રશ્યો CCTVમાં કેદ

યોગ્ય વળતરની માંગ મૃતદેહ પોસ્ટમોર્ટમના કોલ્ડસ્ટોરેજ રૂમમાં મૂકવામાં આવ્યો છે. ગઇકાલથી પરિવારજનો ધરણા કરી રહ્યા છે. પરિવારની માંગ છે કે યોગ્ય વળતર મળવું જોઇએ. કંપની સત્તાધીશો સાથે પરિવારજનોએ વાતચીત કરી છે. પરંતુ સત્તાધીશોથી વાતથી પરિવારજનો સંતુષ્ટ ન હોવાથી યોગ્ય વળતરની માંગ (Family Demands for compensation )કરી રહ્યા છે.

બે બાળકમાં એક દિવ્યાંગઅત્રે ઉલ્લેખનીય છે કે પ્રતીક પરમારનો સવારના સમયે અકસ્માત (Suspicious death in RISHI FIBS in Vadodara )થયો હતો. ત્યાર બાદ સાંજે પરિવારને જાણ કરવામાં આવી છે. પરિવારની માંગ છે પ્રતીકના બે બાળકોમાં એક દિવ્યાંગ છે. તેવામાં પત્ની અને બાળકોને યોગ્ય વળતર મળશે પછી જ મૃતદેહનો સ્વીકાર કરશે. પરિવાર્ સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ સામે ધરણા કરી પોતાની માંગ (Family Demands for compensation )નહીં સંતોષાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારેે તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details